38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી : શામળાજી કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી આપોના પ્લે કાર્ડ દર્શાવી, પ્રિન્સિપલને આવેદનપત્ર આપ્યું


ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સ્થિત હોવાથી અરવલ્લી જીલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 190 કિલોમીટર સુધી કામકાજ અર્થે ધક્કા ખાવા પડતા હોવાથી વારંવાર અરવલ્લી જીલ્લામાં અલગ યુનિવર્સીટી આપવામાં આવેની માંગ ઉઠી છે ત્યારે વધુ એક વાર શામળાજી કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં યુનિવર્સીટી આપોના પ્લે કાર્ડ સાથે માંગ કરી પ્રિન્સિપલને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાની અગ્રેસર કોલેજો પૈકીની શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ, શામળાજી કૉલેજ કેમ્પસ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓને હાજર રહી યુનિ ના કોઈ પણ કામ માટે ૧૬૦ કિમી દુર પાટણ મુકામે જઉં પડે છે જેમા ખૂબ જ હાડમારી અનુભવવી પડે છે આર્થિક અને શારીરિક રીતે થાકી જવાય છે અને ક્યારેક કામ પૂરું ના થાય તો રોકાવવું ક્યાં તેના ઘણાં પ્રશ્નોથી પીડા અનુભવાય છે તેને ધ્યાને લઈ કેમ્પસના ગાર્ડનમાં આર્ટ્સ, બી.એડ., એમ એસ ડબલ્યુ, નર્સિંગ, એસ આઈ તમામના વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકત્ર થઈ ” આંપો, આપો; યુનિવર્સિટી આપો”, “એક દો તીન ચાર ; અમારી યુનિવર્સિટી અમારે દ્વાર ” , અમારી યુનિવર્સિટી, અરવલ્લી, અરવલ્લી” જેવાં સૂત્રોચ્ચાર દોહરાવી કોલેજના જી એસ અને એલ આરે પ્રિન્સિપાલ ડો એ કે પટેલને લેખિત આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સદર માંગ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓએ અગાઉ પણ કરેલી હતી જેની આજ સુધી કોઈ માંગ પુરી કરાઈ નથી અત્રે ઉલ્લેખનીય છે કે બંને જિલ્લાઓમાં થઈ ૧૬૦ કોલેજો છે યુનિ ગ્રાન્ટ કમિશન (યુ જી સી) ના નિયમ મુજબ ૫૦ કોલેજો હોય તો યુનિવર્સિટી મળવા પાત્ર છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!