30 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી ICDS વિભાગે તૈયાર કરેલ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ TLM માટે ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ


પ્રથામિક શિક્ષણ સુધારવા માટે અનેક કર્મચારીઓ પ્રયાસ કરતા હોય છે અને અંતે સફળતા મળતી હોય છે. પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં કેવા પ્રકારનો અભ્યાસક્રમ મુકવો અને કેવી રીતે બાળકો સારી રીતિ શીખી શકે તે માટે પ્રયાસો થતાં હોય છે ત્યારે પ્રથામિક શાળાના બાળકોને ટીચિંગ લર્નિંગ મટિરિયલ્સ થી સારી રીતે શીખવી શકાય છે આ માટે આઈસીડીએસ વિભાગ સારી કામગીરી કરતું હોય છે અને કેટલીકવાર બાળકો માટે સારા મટિરિયલ્સ પણ બનાવતું હોય છે. આવું જ એક મટિરિયલ્સ અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગે તૈયાર કરતા ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે.

Advertisement

અમદાવાદ ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગે પણ ભાગ લીધો હતો. આ ભૂલકા મેળામાં અરવલ્લી જિલ્લા આઈસીડીએસ શાખાના તમામ ઝએઆ PSE ઈન્સ્ટ્રક્ટર ની ટીમ દ્વારા બાળકો સરળતાથી શીખી અને સમજી  શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ના અભ્યાસક્રમ ની 17 થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટેરિયલ(TLM) બનાવવામાં આવ્યા હતા. આ મટિરિયલ્સ ભૂલકાં મેળામાં રજૂ કરવામાં આવતા અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!