40 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી: મેઘરજના ભેમાપુર ગામ નજીક જેઠ અને તેના નાના ભાઈની પત્ની ખેતરમાંથી લાશ મળતા ચકચાર,


મેઘરજના ભેમાપુર ગામ નજીક જેઠ અને તેના નાના ભાઈની પત્ની ખેતરમાંથી લાશ મળતા ચકચાર, મહિલાના પરિવારજનોનો હત્યાનો આક્ષેપ

Advertisement

અરવલ્લી જીલ્લામાં મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે મેઘરજના ભેમાપુર (પાંટા) ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એક મહિલા અને તેના સબંધી યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક મહિલાના પરિવારજનોએ બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જાણવાજોગ ફરિયાદ નોંધી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એક જ પરિવારના યુવક અને મહિલાની લાશ મળી આવતા પ્રેમ પ્રકરણની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ભેમાપુર (પાંટા) ગામના પુંજાભાઈ ધીરભાઈ કટારા (ઉં.વર્ષ-41) અને તેમના નાના ભાઈની પત્ની સોમીબેન કાળુભાઇ કટારા( ઉં.વર્ષ-35)એ ખેતરમાં આંબાના ઝાડ નીચે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી પરિવારજનો અને ગામલોકો સ્થળ પર દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ મેઘરજ પોલિસીને કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી ઘટનાસ્થળ નજીકથી ઝેરી દવાની બોટલ મળી આવતા અનેક તર્ક વિતર્ક વચ્ચે મહિલાના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતા સનસનાટી મચી હતી. મેઘરજ પોલીસે ખાતુભાઇ પુંજાભાઈ રાઠોડ (રહે, બેલ્યો) ની જાહેરાતના આધારે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!