35 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ભાજપ ડોક્ટર સેલ દ્વારા શામળાજી મંદિરમાં નિઃશુલ્ક મેઘા નિદાન કેમ્પ યોજાયો,3200 દર્દીઓએ લાભ લીધો, 427 ચશ્માં આપ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અર્થે સેવા પખવાડિયું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લા ભાજપના ડોક્ટર સેલ દ્વારા શામળાજી મંદિર પરિસરમાં મેઘા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો શામળાજી મંદિરમાં કેમ્પનું આયોજન અંતરિયાળ વિસ્તારના દર્દીઓને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું જેમાં 3200 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો

Advertisement

અરવલ્લી જીલ્લા ભાજપના ડોકટર સેલ દ્વારા શામળાજી મંદિરમાં યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબોએ 3200 થી વધુ દર્દીઓની તપાસ કરી હતી. નેત્ર રોગના દર્દીઓને 427 દર્દીઓને ચશ્માં અને દવાઓ ફ્રી આપવામાં આવી હતી આ કેમ્પમાં 40 તબીબો અને તેમની ટીમે સેવા આપી હતી આ કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી રતનકરજીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મેઘા નિઃશુલ્ક નિદાન કેમ્પમાં શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મંદિર ટ્રસ્ટીઓએ સહયોગ આપ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!