33 C
Ahmedabad
Thursday, April 25, 2024

પંચમહાલ: પાવાગઢ ખાતે પહેલા નોરતે લાખોની સંખ્યામાં ભાવિકોનુ ઘોડાપુર,મહાકાલીના દર્શન કરી ધન્યતા અનુભવી


હાલોલ
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ શક્તિપીઠ ખાતે આજે નવરાત્રીને પહેલા દિવસે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.અને મહાકાલીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.ભક્તોના દર્શન માટે વહેલી સવારથી જ મંદિરના દ્વારા ખોલી નાખવામા આવ્યા હતા.અને મહાકાલી માત કી જયના ગગનભેદી નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

Advertisement

આ પણ વાંચો – ખેલૈયાઓની આતુરતાનો અંત : ‘હૈયે રાખી હામ… મારે ચિતરાવું સે નામ…’આજથી નવરાત્રીનો પ્રારંભ, માઇભક્તો નવ દિવસ કરશે આરાધના

Advertisement

દેશભરમાં આજથી હિન્દુ ધર્મના સૌથી મોટા ગણાતા નવરાત્રીના તહેવારનો પ્રાંરભ થયો છે.નવરાત્રી તેટલે જગજનની શક્તિની આરાધના અને પુજનનો તહેવાર.ગુજરાતમા આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રીમા દર્શનનો વિશેષ મહિમા છે.ત્યારે આજે વહેલી સવારથી લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ, માંચીથી મંદિર પરિશર સુધી ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાથી ભાવિકો ઉમટી પડ્યા હતા.નવરાત્રીને લઈ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામા આવી છે. જેમા માંચી યાત્રીકોને જવા એસટી બસની વિશેશ સુવિધા કરવામા આવી છે,ખાનગીવાહનો પર પ્રતિંબંધ લગાવી દેવામા આવ્યો છે. સાથે પોલીસ તંત્ર દ્વારા યાત્રીકોની સુરક્ષાને લઈ સીસીટીવીથી ચાંપતી નજર રાખવામા આવી રહી છે,મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામા આવ્યો છે.પાવાગઢ બસ્ટેન્ડ, માંચી,મંદિર પરિસર માં મેડિકલ ટીમ હાજર રહેશે ઉપરાંત ૧૦૮ એમબ્યુલન્સ,ફાયર ફાઇટર ચોવીસ કલાક ઉપસ્થીત રહેશે.ત્યારે આગામી 9 દિવસ નવરાત્રીમાં ભાવિકોનો ધસારો રહેશે,ત્યારે સારી એવી ઘરાકી થતા વેપારીઓમા ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!