39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

ખેલૈયાઓની આતુરતાનો અંત : ‘હૈયે રાખી હામ… મારે ચિતરાવું સે નામ…’આજથી નવરાત્રીનો પ્રારંભ, માઇભક્તો નવ દિવસ કરશે આરાધના


નવરાત્રી એટલે આદ્યશક્તિ માં ની આરાધના કરવાનો કરવાનો દિવસ માતાજીના આ નવલા નોરતામાં ભક્તિ, શક્તિ અને આરાધના મહાપર્વના નવદિવસના લગલગાટ ઉપવાસ વ્રત સાથે માતાજીના પુજા પાઠ યજ્ઞ હવન તથા મહાશક્તિ માં અંબાના અનુષ્ઠાનો ઘરે ઘરે અને શેરીઓ તથા જાહેરસ્થળોએ ભાવથી ઉજવાય છે આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. હૈયે રાખી હામ… મારે ચિતરાવુ સે નામ… જેવા ગરબાઓના તાલે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર છે.

Advertisement

આ પણ વાંચો – ખેલૈયાઓમાં ખુશીના સમાચાર, રાત્રે 12 વાગ્યા સુધી ખાણી-પીણી બજારો રહેશે ખુલ્લા

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ખેલૈયાઓ પણ નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે છેલ્લા બે વર્ષ કોરોના સંક્રમણ ના પગલે નવરાત્રીનું આયોજન થઇ શક્યું ન હતું ત્યારે બે વર્ષની કસર કાઢવા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ પ્રવર્તી રહ્યો છે પ્રથમ નોરતે જ મનમુકીને ઝૂમવા અધીરા બન્યા છે નવરાત્રી મહોત્સવ માટે વિવિધ યુવક મંડળોએ તૈયારીઓ પૂર્ણ કરી ખેલૈયાઓને આવકારવા સજ્જ બન્યા છે .કોરોનાના બે વર્ષ બાદ કોઇ પણ સરકારી બંધન વગર ગરબા યોજાઇ રહ્યા હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેર નવરાત્રી મહોત્સવમાં ઝગમગી ઉઠશે રાત્રિનો નજારો માણવાલાયક હોય છે ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબા રમવાની સાથે નાસ્તાનો લુપ્ત ઉઠાવી શકે તે માટે ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!