31 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : નવરાત્રીમાં રોમિયોગીરી કરતા યુવકો ચેતી જજો! મહિલા પોલીસની ‘She’ ટીમ તૈયાર, નવરાત્રી મહોત્સવમાં ખાનગી ડ્રેસમાં વોચ


નવરાત્રી પર્વમાં યુવાધન હિલોળે ચઢતું હોય છે નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે અરવલ્લી SP સંજય ખરાતે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. યુવતીઓ સાથે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસની શી ટીમ તૈયાર કરાઈ છે. સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં મહિલા પોલીસ વોચ રાખશે નવરાત્રીમાં ગરબાના સ્થળો પર સ્થાનિક પોલીસ સહીત વિવિધ એજન્સીઓ પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી યુવતીઓ માટે સુરક્ષિત વાતાવરણ માટે તૈનાત કરાશે. જો કોઈ રોમિયો યુવતીઓની છેડતી કરતા દેખાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો – : ખેલૈયાઓની આતુરતાનો અંત : ‘હૈયે રાખી હામ… મારે ચિતરાવું સે નામ…’આજથી નવરાત્રીનો પ્રારંભ, માઇભક્તો નવ દિવસ કરશે આરાધના

Advertisement

નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરતા યુવકો ચેતી જજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે. ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી યુવતીની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો. ક્યાંક આ યુવતી પોલીસ પણ હોઈ શકે છે અને તમને કાયદાનું ભાન કરાવશે. નવરાત્રી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે મહિલા પોલીસની શી ટીમ સાથે રાખી પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. યુવતીઓ સાથે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસના જવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે જશે અને નવરાત્રી સ્થળો પર અલગ-અલગ જગ્યાએ વોચ રાખશે. જે પણ રોમિયો રોમિયોગીરી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. મહિલા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

Advertisement

અરવલ્લી જીલ્લા સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લોની ટીમ જીલ્લામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરવાની સાથે ખાનગી ડ્રેસમાં ગરબા સ્થળે ફરજ બજાવી રોમિયોગિરી કરતા લોકોને સબક શીખવાડવા કટિબદ્ધ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!