36 C
Ahmedabad
Saturday, April 20, 2024

IAS-IPS જેવું સન્માન PIને મળ્યું : ભિલોડા PI મનીષ વસાવાનો વરઘોડો, પુષ્પવર્ષા કરી લોકોએ સન્માન કરી યાદગાર વિદાય આપી


પીઆઈ વસાવાએ કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગને વેરવિખેર કરી નાખી ભિલોડા વિસ્તારમાં અકલ્પીત શાંતિ ભર્યો માહોલ ઉભો કર્યો
નવ નિયુક્ત પીઆઇ એચ.પી.ગરાસીયાને ફુલહાર પહેરાવી આવકાર્યા
ભિલોડા પોલીસ સ્ટાફ અને લોકો વરઘોડામાં ઝૂમી ઉઠ્યા

Advertisement

એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી થતા અનેક આઈપીએસ અધિકારીઓનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે તે ખૂબ સામાન્ય બાબત છે પરંતુ એક પીઆઈ કક્ષાનાં અધિકારીને આવો પ્રેમ મળે તે ખૂબ ઓછા કિસ્સામાં જોવા મળતો હોય છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ મનીષ વસાવાની રાજકોટ ખાતે બદલી થતા રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થીત રહી ભવ્ય વિદાય સમારંભ યોજી તેઓનું સન્માન કર્યું હતું. પીઆઇ મનીષ વસાવાએ ગુજસીટોકના આરોપી સૂકો ડુંડ ફરાર થતા 24 કલાકમાં જીવના જોખમે ઝડપી પાડી પોલીસતંત્રની આબરૂ બચાવી લીધી હતી

Advertisement

Advertisement

ભિલોડા નગર અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્ત્વો થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પીઆઈ મનીષ વસાવાએ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભળાતાની સાથે અસામાજીક તત્ત્વો અને બુટલેગરો પર તવાઈ બોલાવી શખ્ત કાર્યવાહી કરતા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્ત્વોની રંજાડ ઓછી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

ભિલોડા તાલુકા મથક ખાતે ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ મનીષ જી.વસાવાની રાજકોટ શહેર ખાતે બદલી થયેલ હોય ત્યાર આજ રોજ વિદાય સમારંભ સન્માનભેર યોજાયો હતો.ડી.જે. ના તાલે વાજતે – ગાજતે ઘોડા પર બેસાડી સન્માનભેર વિદાય આપાઈ હતી. વરઘોડામાં પોલીસ સ્ટાફ અને લોકો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા રાજકીય અને સામાજીક અગ્રણીઓએ પીઆઈ વસાવાને કુમકુમ તિલક તરીકે શ્રીફળ આપી,શાલ ઓઢાડી,ફુલહાર પેહરાવી,મોમેન્ટો આપી ભાવવિભોર વિદાય અપાઈ હતી.

Advertisement

અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયા,અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, મનોજભાઈ પટેલ, ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,પ્રેરણા વિધાલય આચાર્ય રમણભાઈ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ નિનામા,ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ રામઅવતાર શર્મા,એડવોકેટ બી.ડી.ચંપાવત,પ્રકાશભાઈ સડાત,મગનલાલ ઠાકોર, ભિલોડા કાપડ એસોસિએશન પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ,અજીતખાન મનસુરી,જશુભાઈ અસારી,ભરતભાઈ પારધી,મુકેશભાઈ મહેતા,નરેન્દ્રભાઈ ભાટીયા,જશુભાઈ પંડયા સહિત પોલીસ કર્મચારીઓ,વેપારીઓ,સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવિન પી.આઈ એચ.પી.ગરાસીયા ને ફુલહાર પહેરાવી વિશેષ સન્માન સાથે -સાથે સ્વાગત કરાયું હતું.નવિન પી.આઈ. એ આજથી ભિલોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!