34 C
Ahmedabad
Thursday, March 28, 2024

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના આક્રમક: ભિલોડા મહાસંમેલનમાં હુંકાર, “વિપુલ ચૌધરીને નહીં છોડાય તો ગાંધીનગર કૂચ કરીશું”


મહાસંમેલનમાં ખુરશી પર પાઘડી મૂકી વિપુલ ચૌધરીની હાજરી દર્શાવી, વિપુલ ચૌધરીના મોટા કટ-આઉટ સાથે ભવ્ય બાઈક રેલી

Advertisement

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચૂંટણી ટાણે જ રાજકીય કિન્નાખોરી રાખી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. ભિલોડા ખાતે વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવામાં આવેની માંગ સાથે વિશાળ બાઈક રેલી અને મહાસંમેલન યોજાયું હતું જેમાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજ ઉપસ્થિત રહ્યો હતો
ભિલોડામાં ચૌધરી સમાજના યોજાયેલ મહાસંમેલનમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહીત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને સમર્થનના સમર્થમાં આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી. ચૌધરી સમાજની મહિલાઓ પરંપરાગત પહેરવેશ સાથે વિપુલ ચૌધરીની મુક્તિ માટે બેનર દર્શાવ્યા હતા ઝડપથી જેલ મુક્તિ નહીં થાય તો આગામી ટૂંક દિવસોમાં ચૌધરી સમાજ ગાંધીનગર કૂચ કરી મહાસંમેલન યોજવાનો હુંકાર કર્યો હતો

Advertisement

વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે 2 જી ઓક્ટોમ્બરે ઉત્તર ગુજરાતના તાલુકા મથકે બ્લડ ડોનેશન કેમ્પ અને વયોવૃદ્ધ લોકોને સન્માનિત કરી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!