31 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોડાસા નગર પાલિકાએ સફાઈ કામદારોની 11 માંગ સ્વીકારી, અધિકારીઓ અને હોદ્દેદારોને ફુલહાર પહેરાવી સ્વાગત


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ, વિરોધ પ્રદર્શન તેમજ ધરણાં સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે સફાઈ કામદારોની પણ કેટલીય સમસ્યાઓ અધ્ધરતાલ છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાની મોડાસા નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવતા પાલિકા ચીફ ઓફિસર સંજય પંડ્યા અને કોર્પોરેટર્સનું સફાઈ કામદારોએ સ્વાગત કર્યું હતું.

Advertisement

Advertisement

મોડાસા નગર પાલિકામાં ફરજ બજાવતા 180 જેટલા સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઇને પાંચ દિવસ પહેલા ધરણાં પ્રદર્શન કર્યા હતા. તેમની કેટલીક માંગણીઓને લઇને પાંચ દિવસની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ સફાઈ કામદારોના 11 જેટલા મુદ્દાઓને સ્વીકારવામાં આવતા સફાઈ કામદારોમાં ખુશી પ્રસરી હતી. તમામ સફાઈ કામદારાઓ નગર પાલિકા ચીફ ઓફિસર અને કોર્પોરેટર્સનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

Advertisement

પાલિકાએ સ્વીકારેલ સફાઈ કામદારોની માંગણી

Advertisement
  1. નિયમ મુજબ નિવૃત્તિ કરી પેન્શનનો લાભ
  2. સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓ ભરવી
  3. સરકારનો પરિપત્ર થાય તો પેન્શન યોજના માટે ઠરાવ
  4. કર્મચારીઓને બઢતી આપી ખાલી પડતી જગ્યાઓ ભરવી
  5. સફાઈ કામદારો માટે અકસ્માત વીમો આપવો
  6. સફાઈ કામદારોને પ્લોટ ફાળવણી માટે આગેવાનોને રજૂઆત કરાશે
  7. વર્ગ – 4 ના કાયમી સફાઈ કામદારનું ફરજ દરમિયા અવસાન થાય ત નિયમ મુજબ નિમણૂક
  8. 7મા પગાર પંચનો લાભ
  9. સરકારના નિયમ મુજબ સહાય
  10. આઉટ સોર્સિંગ બાબતે વાદ-વિવાદનું નિરાકરણ
  11. સરકારના નિયમ મુજબ તમામ લાભ આપવા 

    મોડાસા નગર પાલિકા ખાતે સફાઈ કામદારોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પાલિકાના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સફાઈ કામદારોના આગેવાનો તેમજ પાલિકાના કોર્પોરેટર અતુલ જોષી, નીરજ દોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!