30 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી : સરકારી અનાજની દુકાનોના સંચાલકો દ્વારા 2 ઓક્ટોબરથી હડતાળની ચિમકી, મામલતદારને આવેદનપત્ર આપ્યું


2 વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા દુકાનદારોમાં રોષ

Advertisement

અરવલ્લી જીલ્લાની 396 જેટલી સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો હડતાળમાં જોડાશે

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ પ્રશ્નોને લઈ આંદોલનોની વણઝાર જોવા મળી રહી છે ત્યારે બે વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો દ્વારા આગામી તા.2 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.રાજ્યમાં ચાલતાં આંદોલન ઠારવામાં સરકારને નાકે દમ આવી ગયો છે આગામી ચૂંટણીમાં સરકારી અને બિન સરકારી કર્મચારીઓના આંદોલન ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તેવી ભીતિ સેવાઈ રહી છે
એક બાજુ તહેવારોની સીઝન ચાલુ થઇ છે બીજીબાજુ ફેર પ્રાઈઝ એસોસિએશનએ હડતાલની ચીમકી ઉચ્ચારતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ચિંતિત બન્યા છે અરવલ્લી જિલ્લાની 396 જેટલી સરકારી અનાજ વિતરણની દુકાનોના સંચાલકો આગામી 2 ઓક્ટોબરથી આ હડતાળમાં જોડાશે.આ હડતાળને પગલે સરકારી અનાજ ઉપર નભતા પરિવારો ઉપર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. મોડાસા તાલુકા સહીત જીલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશને મામલતદારને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી

Advertisement

અરવલ્લી ફેર પ્રાઈઝ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસો.ના કારોબારી અધ્યક્ષ રમણભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર

Advertisement

રાજ્યના જાહેર વિતરણ વ્યવસ્થા કરનાર દુકાનદારોના વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુશ્કેલીઓ અંગે છેલ્લા બે-અઢી વર્ષથી આવેદનપત્ર સહિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. સાથે સાથે કોરોનાની પરિસ્થિતિમાં પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના અને સરકાર તરફથી સુરક્ષા પગલાં સિવાય સસ્તા અનાજના દુકાનદારોએ અનાજ વિતરણ કર્યું હતું. તેમ છતાં તેઓના પડતર પ્રશ્નોનો કોઈ જ નિકાલ ન આવતા આ મામલે આગામી દિવસમા સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં નહી આવે તો તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૨થી અચોક્કસ મુદ્દત સુધી દુકાનદારો જાહેર વિતરણથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!