29 C
Ahmedabad
Friday, December 9, 2022
spot_img

સોનુ ચારણની રમઝટ: ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા, મોડાસા રમઝટ નવરાત્રી મહોત્સનમાં કમાનું ના લેતા જ ‘વાહ કમા વાહ..’.


રાજ્યમાં નવરાત્રી મહોત્સની ઉજવણી ચાલી રહી છે ત્યારે ત્રીજા નોરતે માતાજીની આરતી અને ગરબાની રમઝટ થઇ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રી મહોત્સનમાં સુપ્રસિદ્ધ લોક ગાયક સોનુ ચારણ તેમજ તેમની ટીમ આવી પહોંચી હતી અને ખેલૈયાઓને ભરપૂર ગરબે ઘુમાવ્યા હતા.

Advertisement

મોડાસાના સહયોગ બાયપાસ રોડ પર પાટિદાર ગૃપ દ્વારા આયોજિત રમઝટ નવરાત્રી મહોત્સનમાં આ વર્ષે મોટી સંખ્યામં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. આ પહેલા માતાજીની આરતી અને પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના, ધારાસભ્ય જશુ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રમઝટ નવરાત્રી મહોત્સના ત્રીજા નોરતે મોડાસા ખાતે સોનુ ચારણ આવી પહોંચ્યા હતા અને ખેલૈયાઓને મનમુકીને ઝૂમાવતા ખેલૈયાઓમાં ખુશી વ્યાપી ગઇ હતી એટલુ જ નહીં હાલમાં સોસશિયલ મીડિયા પર છવાયેલા અને લોકકલાકારો જે કમાને યાદ કરે છે તે કમાને રમઝટ નવરાત્રી મહોત્સવમાં પણ યાદ કરાયો હતો અને રસિયો રૂપાડો.. રંગ રેલિયો ગીત ગવાતા ખેલૈયાઓએ ફ્લેશ લાઈટ ચાલુ કરી ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
626SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!