35 C
Ahmedabad
Saturday, April 20, 2024

‘આપ’ના ‘હાથ’માં ‘કમળ’ આપી ક્ષમા માંગીએ છીએ, “અમારી પાસે તમારા માટે સમય નથી, માફ કરજો..!!”


સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરના રોજ શહીદ વીર ભગતસિંહની જન્મ જ્યંતિની નિમિત્ત અનેક કાર્યક્રમો યોજાયા હતા પણ કેટલીક જગ્યાએ ભાગતસિંહને કોઇએ યાદ જ ન કર્યા, જે ખૂબ જ દુ:ખની બાબત છે. ભગતસિંહની જન્મજ્યંતિ નિમિત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીર ભગતસિંહને યાદ કરતા લખ્યું કે, તેમની હિંમત આપને પ્રેરણા આપે છે, પીએમ મોદીએ વીર ભગતસિંહને નમન કરતો એક વીડિયો પર શેર કર્યો હતો એટલુ જ નહીં ચંદીગઢ એરપોર્ટનું નામ પણ ભગસિંહ કરવામાં આવ્યું છે, પણ કેટલીય જગ્યાએ વીર ભગતસિંહના સ્ચેચ્યુને ભૂલાવી દેવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં થોડા મહિના પહેલા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સરદાર પટેલ, વીર ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ સ્ટેચ્યુ મુકવામાં આવ્યા હતા જોકે તેમની જન્મ જ્યંતિ અથવા તો પુણ્યતિથી પર યાદ ન કરીએ તે કેટલા અંશે વ્યાજબી છે તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. તેમના નામે મત લેવા ઠેર-ઠેર સ્ટેચ્યુ મુકી તો દીધા પણ તેની માવજત અથવા તો સમયાંતરે યાદ કેમ નથી કરાતા ?

Advertisement

28 સપ્ટેમ્બરના રોજ શહીદ વીર ભગતસિંહની જન્મ જ્યંતિ નિમિત્તે તેઓને સમગ્ર દેશમાં યાદ કરાયા હતા, પણ મોડાસામાં વીર ભગતસિંહના સ્ટેચ્યુને ખુલ્લુ મુકાયા પછી આજદીન સુધી ત્યાં કોઇ ફરક્યું જ નથી, એટલુ જ નહીં તેમની જન્મ જ્યંતિ હોવા છતાં પણ કોઇને સમય જ મળ્યો. ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી એટલુ જ નહીં સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ ફરક્યા નહીં.

Advertisement

શહીદ વીર ભગતસિંહની અંગ્રેજો સામેની લડતથી આપણે સૌ વાકેફ છીએ, પણ આજે તેઓના વિચારો અને તેમના સુત્રોને માત્ર વોટબેંક માટે કરવામાં આવે છે, તેમના વિચારો માત્ર પુસ્તકો પુરતા જ સિમિત કરી દેવામાં આવ્યા હોય તેવું લાગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!