38.9 C
Ahmedabad
Thursday, April 18, 2024

અરવલ્લી : વાતાવરણમાં પલ્ટો વરસાદી ફોરાં પડતા ખેલૈયાઓના જીવ પડીકે બંધાયા, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો


કોરોના સંક્રમણના બે વર્ષ પછી રાજ્યમાં નવરાત્રી યોજાઈ છે ખેલૈયાઓનો થનગનાટ દેખાઈ રહ્યો છે હવામાન વિભાગે છુટછવાયા વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા આકાશે વાદળો ગોરંભાતા ખેલૈયાઓમાં ફાળ પડી છે મોડાસા શહેરમાં મોટા-મોટા ફોરાં પડતા રસ્તા ભીના થયા હતા માથાસુલીયા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરતા ઠેર ઠેર પાણી ભરાયા હતા વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ હતી ભિલોડા પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ હતી

Advertisement

મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા આકાશે વાદળો ગોરંભાયા હતા મોડાસામાં વરસાદી ફોરાં પડતા તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હોય તેમ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી જો કે થોડા કલાકોમાં વાદળો વિખેરાતા નવરાત્રીના આયોજકોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

કોરોનાના બે વર્ષ બાદ માંડ આ વર્ષની નવરાત્રી બધા જ ખેલૈયાઓ માટે ખાસ છે. બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ગુમવાની રાહ જોઇને બેઠા હતા ત્યારે ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યું છે. નવરાત્રિના ત્રીજા નોરતે જ મેઘરાજાની પધરામણી થઇ હતી ત્યારે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!