30 C
Ahmedabad
Wednesday, April 24, 2024

ખેલ કબડ્ડી : શામળાજી આર્ટ્સ કોલેજ ટીમનો દબદબો યુનિ. કબડ્ડી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની


ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની આંતર કોલેજ યુનિ ની રમત ગમત ની વિવિઘ સ્પર્ધાઓ ચાલી રહી છે ત્યારે શ્રી કલજીભાઈ આર કટારા આર્ટસ કોલેજ, શામળાજીની કબડ્ડી (ભાઈઓ) ની ટીમ ઈડર મુકામે યોજાયેલ કબડ્ડી ટુર્નામેન્ટમાં કુલ ૫૩ ટીમો જોડાઈ હતી એમાંથી ખેરાલુ કોલેજને ફાઇનલમાં પરાજીત કરી શાનદાર જીત હાંસલ કરી હતી.

Advertisement

શામળાજી કબડ્ડી ટીમના કેપ્ટન કાલિદાસ, વિપુલ, મેહુલ, ચિરાગ, નિકુંજ, યુવરાજ, જય, હરીશ, લક્ષ્મીકાન્ત, ધર્મેશ, પીન્ટુ, માઈકલ અને સાહિલે જોમ જુસ્સાપૂર્વક, પીછેહઠ કર્યા વિના, પુરી તાકાતથી મુકાબલો કરી ખેરાલુ જેવી બળવાન ટીમને પરાસ્ત કરી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો આ તબક્કે ટ્રસ્ટી દિલીપભાઇ કટારાએ, કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલે સમગ્ર ટીમ, કોચ ડો. અજીતસિંહ ચૌહાણ,સ્પોર્ટસ ઈન ચાર્જ ડો વસંત ગાંવિતને બિરદાવ્યા હતા અને તમામ વિજેતા પ્લેયરને ઉત્તરોત્તર પ્રગતિ પામે તેવી શુભકામનાઓ પાઠવી હતી કોલેજના સ્ટાફ મિત્રોએ પણ આ પ્રસંગે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!