29 C
Ahmedabad
Thursday, April 25, 2024

શામળાજી કોલેજ નજીક યુવકે અજાણ્યા ઈસમે ચપ્પાના ઘા ઝીંકાતા યુવક ફસડાઈ પડ્યો, ધોળેદહાડે છુરેબાજીની ઘટનાથી પંથકમાં ફફડાટ


અરવલ્લી જીલ્લાના ભિલોડા-શામળાજી પંથકમાં અસામાજીક તત્ત્વો સમયાંતરે ખોફ ફેલાવતા હોય છે શામળાજી આર્ટ્સ કોલેજ નજીક ઉભેલા છાત્રેશ્વરી (દાવલી) ગામના યુવકને અજાણ્યા હુમલાખોરે ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી યુવક પર હુમલો થતા આજુબાજુથી લોકો દોડી આવતા હુમલાખોર ફરાર થઇ ગયો હતો યુવકના પેટ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો શામળાજી પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા તાલુકાના છાત્રેશ્વરી (દાવલી) ગામનો દિલીપ રામાભાઇ ખરાડી નામનો યુવક શામળાજીમાં કામકાજ અર્થે આવ્યો હતો કોલેજમાં રાસ ગરબા ચાલતા હોવાથી જોવા ગયો હતો દિલીપ ખરાડી કોલેજ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યો ઈસમ અગમ્ય કારણોસર ચપ્પુ લઇ તેની પાસે ધસી જઈ યુવક કઈ સમજે તે પહેલા પેટના અને માથાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવકે બચાવો…બચાવોની બુમાબુમ કરતા હુમલાખોર યુવક નાસી છૂટ્યો હતો
શામળાજી કોલેજની બહાર યુવક પર હીંચકારો હુમલો થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને શામળાજી સારવાર અર્થે ખસેડી પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ધોળેદહાડે યુવકને ચપ્પાથી રહેંશી નાખવાનો પ્રયત્ન થતા શામળાજી પોલીસ દોડતી થઇ હતી. શામળાજી પોલીસે અજાણ્યા ઈસમ સામે ઇપીકો કલમ-307 તેમજ જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!