27 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલઃ કાંકરી ગામ પાસે પુલના ડીવાઈડર પર બાઈક અથડાઈ,લાભી ગામના બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે મોત


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરાથી રેણા મોરવા જતા માર્ગ પર કાંકરી અને ખરેડીયા ગામની વચ્ચે આવેલા પુલ પાસે મોડી રાત્રે બાઈક પર ત્રણ સવારી કરીને જતા યુવાનોની બાઈક ડીવાઈડર પર અથડાતા અકસ્માત નડ્યો હતો.જેમા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે અન્ય એકને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયો હતો.યુવાનોના મોતના પગલે લાભી ગામમા શોકનો માહોલ વ્યાપી ગયો છે.
શહેરા તાલુકાના લાભી ગામે રહેતા વિજયભાઈ પગી અને હિતેશભાઈ પગી સાથે વાંટાવછોડાના અશોક પટેલીયા ત્રણેય જણ બાઈક પર બેસીને તાલુકાના ચાંદલગઢ ગામે આયોજીત નવરાત્રી મહોત્સવ કાર્યક્રમને નિહાળવા બુધવારની મોડીરાત્રે નીકળ્યા હતા. જ્યા શહેરાનગરથી રેણા મોરવા તરફ જતા હાઈવે માર્ગ પર આવતા કાંકરી ગામના પુલના ડીવાઈડર સાથે અથડાતા નીચે ફેકાઈ ગયા હતા.જેમા હિતેશ પગી અને વિજય પગીના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા,સાથે એક સાથે રહેલા યુવાન અશોક પટેલીયાને પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોચી હતી.અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી,અને ઈજાગ્રસ્ત યુવાનને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો,ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોવાની વિગતો મળી છે, મરણ પામેલા યુવાનો વિજયભાઈ પગી અને હિતેશભાઈ પગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમ ખાતે ખસેડાયા હતા.પરિવારજનોને જાણ થતા તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.અને યુવાવયે જ વ્હાલાસોયા દિકરાઓ ગુમાવતા આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો હતો.બુધવારે સવારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામા આવી હતી.અને તેમના મૃતદેહને પરિવારજનોને સોપવામા આવ્યા હતા.સાંજે લાભી ખાતેથી બંને યુવાનોઓની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી.અને અંતિમસંસ્કાર કરવામા આવ્યા હતા. આશાસ્પદ યુવાનોના મોતના પગલે લાભી ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!