38.9 C
Ahmedabad
Thursday, April 18, 2024

જશુભાઈની જમાવટ ને રાજુભાઈની રમઝટ : મોડાસામાં ખેલૈયાઓ સાથે ચૂંટણી પહેલા ગરબાના રંગે રંગાયા ધારાસભ્યો


વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ કોઇપણ ક્ષણે મોકો નથી છોડતા કે મતદારો સાથે વાતચીત કરવાનું રહી જાય. હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે નવરાત્રીમાં પણ રાજકીય પાર્ટીના નેતાઓએ અને ધારાસભ્યો સતત લોક સંપર્ક કરતા નજરે પડી રહ્યા છે. લોકો સાથે ભળવાનો પણ નેતાઓ પ્રયાસ કરતા હોય છે. હાલ નવલી નવરાત્રી છે ત્યારે રંગતાળીમાં ધારાસભ્યો ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રી આયોજનમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને જશુ પટેલ ખેલૈયાઓ સાથે ગરબે ઘુમ્યા હતા.

Advertisement

મોડાસા શહેરમાં અલગ-અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રમઝટ નવરાત્રી મહોત્સવમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને માલપુર-બાયડના ધારાસભ્ય જશુ પટેલ મનમુકીને ગરબે ઘુમ્યા હતા. પાટીદાર સમાજ દ્વારા રમઝટ નવરાત્રી મહોત્સવનું મોડાસાના બાયપાસ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જ્યાં શહેરના આગેવાનો, રાજકીય નેતાઓ તેમજ અધિકારી પણ પહોંચી રહ્યા છે, આ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા નવરાત્રી મહોત્સમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ગરબા રમીને રમઝટ બોલાવી હતી તો જશુ પટેલે ગરબામાં જમાટવ કરતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!