38 C
Ahmedabad
Friday, April 19, 2024

ગરમીમાં સુપર કુલ અને સ્ટાઇલીશ દેખાવા ફોલો કરો આ લેટેસ્ટ ફેશન ટિપ્સ


કાળઝાળ ગરમીમાં ફેશનને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તમે ફેશન પર ધ્યાન આપતા નથી તો એની સૌથી મોટી અસર તમારી પર્સનાલિટી પર પડે છે. આમ, કાળઝાળ ગરમીમાં ફેશનને મેન્ટન કરવું ખૂબ મુશ્કેલ કામ છે. આમ, તમે પણ આ મુંઝવણમાં છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે. તો તમે પણ મોડુ કર્યા વગર આજથી જ આ ટિપ્સ ફોલો કરો અને દેખાવો કૂલ. આ ટિપ્સ તમને સ્ટાઇલીશ લુક આપે છે અને સાથે તમારી સ્માર્ટનેસમાં પણ વધારો કરે છે. તો જાણી લો તમે પણ આ વિશે…

Advertisement

આ ટાઇપના કપડા પહેરો
ગરમીમાં ખાસ કરીને સુતરાઉ, કોટન અને શિફોનના કપડા પહેરો. આ ટાઇપના કપડામાં તમને ગરમી ઓછી લાગે છે અને તમારી પર્સનાલિટી સારી પડે છે. આ કપડામાં તમે ઠંડક અનુભવો છો અને સાથે રિલેક્સ ફિલ પણ કરો છો. આમ, જો તમે સ્લીવ લેસ અને હાફ સ્લીવના કપડા પહેરો છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. પરંતુ જ્યારે તમે ઘરની બહાર તડકામાં નિકળો ત્યારે ખાસ કરીને ફુલ સ્લીવના કપડા પહેરો જેથી કરીને તડકાની અસર સ્કિન પર ઓછી થાય.

Advertisement

લાઇટ કલરના કપડા પહેરો
ગરમીમાં અનેક લોકો ડાર્ક કલરના કપડા પહેરતા હોય છે. જો તમે પણ આવી ભૂલો કરો છો તમારે બચવું જોઇએ. ગરમીમાં દરેક લોકોએ લાઇટ કલરના કપડા પહેરવા જોઇએ. ડાર્ક કલરના કપડામાં ગરમી વધારે લાગે છે. આ સાથે જ ઉનાળામાં તમે કુર્તીની સાથે પ્લાઝો અને જીન્સની સાથે કૂલ ટોપ અથવા સલવાર સૂટ પણ પહેરી શકો છો.

Advertisement

ગોગલ્સ પહેરવાની આદત પાડો
ગરમીમાં જ્યારે પણ તમે બહાર જાવો ત્યારે ગોગલ્સ પહેરીને જાવો, જેથી કરીને તમારી આંખો પર સીધી અસર ના થાય. તમારી આંખોને સૂરજના સીધા કિરણોથી બચાવવી ખૂબ જરૂરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!