26 C
Ahmedabad
Saturday, April 20, 2024

દાઢી કરતા જો લોહી નિકળેને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,એ પ્રેમ છે


Advertisement

પોઝિટીવ રિસ્પોન્સ
 લેખક: ડૉ.સંતોષ દેવકર

Advertisement

‘કેમ બોલતી નથી?’

Advertisement

‘ના.મને શરમ આવે છે.’

Advertisement

‘મારે સાંભળવું છે.બસ,એક વાર બોલી જા’.

Advertisement

 

Advertisement

બન્ને ખેતરના શેઢે હળ્યા ને પછી મળ્યા.બન્નેની આંખો મળી.બન્નેના દિલ જોરથી ધડક્યા.છોકરાએ તો છોકરીને I LOVE YOU કહી જ દીધુ.પણ છોકરી શરમાળ હતી. છોકરો છોકરીના મોઢે આ શબ્દો સાંભળવા આતુર હતો..અતિઆગ્રહથી છોકરીનો ચહેરો લાલચોળ થઈ ગયેલો. પ્રેમથી હૃદય છલકાતુ હોવા છતાં એ છોકરાને I LOVE YOU કહી ન શકી.છોકરો એકવાર એના મુખે સાંભળવા કરગરી રહ્યો.‘બોલ,તુ મને પ્રેમ કરે છે ને?’ છોકરાએ છોકરીના બન્ને હાથ પકડીને જોરથી ઢંઢોળ્યાં.છોકરીના હાથની કાચની બંગડી તૂટી.બંગડીના ત્રણ ટૂકડા જમીન પર એ  રીતે પડયા જેનાથી ‘હા’ નું શબ્દ ચિત્ર ઉપસી આવ્યું.

Advertisement

બન્ને વચ્ચે અનન્ય પ્રેમ હોય,લગ્નજીવનની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઇ હોય તેમ છતાં ક્યારેય એક્બીજાને I LOVE YOU કહ્યુ ન હોય તેવા અસંખ્ય દંપતિ આપણી વચ્ચે છે. મહોબ્બત લબ્ઝો કી મોહતાજ નહિ હોતી.પ્રેમ એટલે પડકાર,એકરાર અને દરકારનો સરવાળો.પ્રેમ એટલે પરસ્પરની લેવાતી કાળજી.

Advertisement

કવિ મુકુલ ચોક્સી કહે છે ‘દાઢી કરતા જો લોહી નિકળેને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,એ પ્રેમ છે’.તો મુગલ એ આઝમની નાયિકા કહે છે જો જુબાં પ્યારકા ઇઝહાર ન કર સકી વો ઈનકાર ક્યા કરેગી?પુસ્તકોના બે પાના વચ્ચે સૂકાયેલુ ગુલાબ આજે પણ મળી આવવાની પૂરી શક્યતાઓ છે.કબાટના ચોર ખાનામાં વર્ષોથી સચવાયેલ ને જર્જરીત થઈ ગયેલ પ્રેમપત્ર વાંચવાથી આજે પણ ‘ઇમ્યુનીટી’ વધે છે,એવુ કહેનાર અનેકો છે.વર્ષો સુધી હૃદયમાં ધરબાયેલું;વ્યક્ત થયા વગરનુ I LOVE YOU હાર્ટએટેક વખતેય ઉજાગર થતુ નથી.પ્રિયજન તમારી રાહ જુએ છે તો તમે નસીબદાર છો.તમને મીઠો ઠપકો આપે છે તો તમે નસીબદાર છો.ખુશ નસીબ હૈ વો જીનકો હૈ મિલી યે બહાર જિંદગીમેં.મોટુ આશ્ચર્ય એ છે કે ભારતીય કપલ વર્ષો સુધી સાથે રહે છે, લડે છે, ઝગડે છે અને પરસ્પરને એટલુ જ ચાહે પણ છે.

Advertisement

ઓશો કહે છે પ્રેમથી મોટી કોઈ ચેલેન્જ નથી.બીજી વ્યક્તિ સાથે પ્રેમથી, પ્રસન્નતાપૂર્વક રહેવું એ વિશ્વની મોટામા મોટી ચેલેન્જ છે.

Advertisement

મિસરી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મુકે છે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી   – હેમંત

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!