હેતલ પંડ્યા, લેખક
હવે શહેરની આબોહવામાં આવી ચૂકી હતી. મારે ખુશ થવું કે નાખુશ થવું તેની મને ખબર નહોતી પડતી. એક બાજુ મારા મનમાં થતું કે હું શહેરમાં ભણવાની છું તેનો મને આનંદ થવો જોઈએ પરંતુ બીજી બાજુ મમ્મી થી દુર હવે હું કેવી રીતે રહીશ તે વિચાર મને ખુશ નહતો થવા દેતો. પરંતુ એક વાત તો નક્કી હતી કે હવે મારી પાસે કોઈ રસ્તો નહતો. ઘર થી દશ પંદર મિનિટ દૂર એક શાળા આવેલી હતી તેમાં મારું એડમિશન કરી દેવામાં આવ્યું હતું,ઘરનાં તમામ સભ્યો ઍક જ રૂમમાં બેસી વાતો કરી રહ્યા હતા. મામા નું ઘર ખૂબ જ નાનું હતું માટે તમામ સભ્યોને એક જ રૂમમાં આખો દિવસ રહેવું પડતું હતું , મોટા મામી મારી માટે એક કબાટમાં જગ્યા કરી રહ્યાં હતા, વાતો કરતા કરતાં મારા કપડાંની ગડીકરી તે ખાનામાં ગોઠવી રહ્યા હતા. નાની અને હું પણ તેમની મદદ કરતા હતા, મારા બે ભાઈ મારી પાસે આવ્યા અને મને તેમની સાથે ઘર બહાર બગીચા માં રમવા કહ્યું. નાની અને મામા એ તરત જ મને રમવા જવા કહ્યું. હું પણ ખુબ જ ખુશ થઈ ગઈ.
મામા ના ફ્લેટ ની બહાર એક નાનકડો બગીચો હતો, ભાઈ મને ત્યાં લઈ ગયા અને અમે ખૂબ જ રમ્યા બને ભાઈ મારાથી ઉમરમાં મોટા હતા. એક ભાઈ સાત વર્ષ અને બીજા ભાઈ મારા કરતા નવ વર્ષ મોટા હતાં. હું તેમને માનથી બોલાવતી હતી. પરંતુ બંને ભાઈઓએ મને કહ્યું કે ભાઈ ને તું કહીને બોલાવાય. માટે હવેથી તારે અમને તમે નહીં કહેવાનું. આ સાંભળી મારા મનમાં ખુશી પ્રસરી ગઈ. હવે હું ખુશ હતી કાલે મારે શાળાએ જવાનું છે, અને તે એક નવો અનુભવ હશે અને તે અનુભવ માટે હું હવે તૈયાર હતી, સવારે નાની એ મને શાળામાં જવા માટે વહેલી ઉઠાડી દીધી, હુ પણ ખૂબ ફટાફટ નાહી ધોઈ નવો ગણવેશ પહેરી તૈયાર થઈ ગઈ, પરંતુ મને ચોટલો ગૂંથતા નહોતું આવડતો છતા એ હું ચોટલો ગુથવા બેઠી ત્યાં તો મામી, બોલ્યા, બેટા લાવ હું ચોટલો વાળી આપું “. આ સાંભળી હું ખૂબ જ ખુશ થઇ ગઈ અને મામી પાસે બે ચોટલાં ફટાફટ ગૂંથાવી હું અને નાની બંને શાળા તરફ જવા નીકળ્યા. ત્યાં તો નાના મામી બોલ્યા “મારી લાડકી દીકરી ને તો હું જ શાળાએ મૂકવા જઈશ”. આજે તો મારા ઉમંગનો કોઈ પાર ન હતો કે હું કેટલી નસીબવાળી છે. કે અહિં બધાં મને ખૂબ જ પ્રેમ કરે છે.હું અને મામી શાળાએ જવા નીકળ્યા. રસ્તામાં મેં મામી ને પૂછ્યું “મામીમારી શાળા કેટલી દૂર છે?” મને જવાબ ન મળ્યો ,મેં મામી ના ચહેરા તરફ જોયું. મામી ના ચહેરા પર ગુસ્સો હતો.મામી નાહાવભાવ જોઈ હું ભયભીત થઈ ગઈ. મને થયું કે શું આ એ જ મામી છે જે હમણાં બે મિનિટ પહેલાં મારી સાથે મીઠી મીઠી વાતો કરતા હતા?હું મૌન થઇ ગઈ, ત્યાં તો ગુસ્સામાં મામી બોલ્યા, “ બસ અમારે તો હવે આ વૈતરુ કરવાનું છે. તારી માંબીમારી નું નાટક કરીને ગામડે પડી રહી છે અને તને અમારા માથે નાખી દીધી છે, “આસાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શાળા ના ગેટ ઉપર મારા હાથમાં બેગ થમાવી મામી ત્યાંથી નીકળી ગયા.
માનસીની વેદના – એપિસોડ 4 આવતા સપ્તાહે, જોતા રહો www.meragujarat.in