ઈશ્વર પ્રજાપતિ
કૌશલ હેમંતકુમાર વ્યાસ એટલે યુવાન, ઉત્સાહી, પ્રયોગશીલ અને ધબકતો શિક્ષક. શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન અવરોધ રૂપ સમસ્યાઓના નિરાકરણ માટે સતત મથામણ આદરી અનેક નવતર પ્રયોગો કરી અચરજ પમાડે તેવા પરિણામો પ્રાપ્ત કર્યા છે આ શિક્ષકે.
કોઈ શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભગના વિદ્યાર્થીને હાથમાં માત્ર એક જ પુસ્તક લઈને શાળાએ જતો જુઓ તો સ્વભાવિક રીતે જ અચરજ લાગે.. હા, માત્ર એક જ પુસ્તક.. માન્યામાં ન આવે એવી વાત લાગે છે ને ?? સામાન્ય રીતે 15 થી 20 કિલોગ્રામ વજનનું દફતર ઉચકીને જતા વિદ્યાર્થીઓની સામે માત્ર 100 થી 200 ગ્રામ વજનનું માત્ર એક જ પુસ્તક લઈ જતા વિદ્યર્થીનું સપનું સેવ્યું પ્રયોગશીલ શિક્ષક કૌશલભાઈ વ્યાસે અને સકાર પણ કરી બતાવ્યું, કૌશલભાઈ એ આગવી સૂઝથી એવું એક પુસ્તક તૈયાર કર્યું જેમાં તમામ વિષયના તમામ એકમ સમાવિષ્ઠ હોય. સૌપ્રથમ તો સત્રના આયોજન મુજબ દરેક વિષયમાં આવતા માસ મુજબ એકમ નક્કી કર્યા.. ત્યારબાદ તે બધા એકમની માસ મુજબ એકજ પુસ્તક બનાવવામાં આવ્યું. આ ઉપરાંત વિધાર્થીઓને નોટબુકના લાવવી પડે તે માટે જેતે એકમના અંતે સ્વઅધ્યયન કાર્ય અને નિબંધ લેખન માટે અલગથી કાગળ મૂકવામાં આવ્યા.જેનાથી ફાયદો એ થયો કે વિદ્યાર્થીઓને એક મહિનામાં માત્ર એકજ પુસ્તક લઈને આવવાનું થયું. જેથી વજન પણ ઓછુ થયું અને વિદ્યાર્થીઓને આનંદ પણ આવવા લાગ્યો.
વર્ષ 2011 ના શિક્ષક દિન એટલે કે 5 મી સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવલપુર ગામની પ્રાથમિક શાળામાં નિમણુંક પામ્યા. નવલપુર એટલે અમદાવાદ મોડાસાના રાજ્ય ધોરીમાર્ગ પર આવતું એક નાનું અમથું ગામ. આમ અરવલ્લીનું પ્રવેશદ્વાર પણ ખરું. ધોરીમાર્ગથી આશરે 500 મીટર અંતરે આવેલી શાળાનું ભવ્ય મકાન અને વિશાળ મેદાન. કદાચ ધનસુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સૌથી મોટું મેદાન ધરતી શાળા નવલપુર પ્રાથમિક શાળા જ હશે. થોડાં વર્ષ પહેલાં જ આ નવીન જગ્યાએ શાળા નિર્માણ પામી હોવાથી વિશાળ મેદાનના વિકાસ માટે શાળાનો સ્ટાફ કટીબદ્ધ છે.
આ શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટે ભાગે ખેત મજૂરી અને છૂટક મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલાં. શાળાએ આવતાં વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ સામાન્ય કરતાં નબળી. વિદ્યાર્થીઓની નિયમિતતા થી લઈ અનેક સમસ્યાઓ શૈક્ષણિક કાર્યમાં બાધા રૂપ બનતી. પરંતુ બધાથી જરા હટકે વિચારવું એ કૌશલભાઈની આગવી મૂડી છે. સઘળી સમસ્યાઓના નિરાકરણ માટે ભાઈ કૌશલે શાળાના વર્ગખંડોને જ પ્રયોગખંડ બનાવ્યા છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં નડતર રૂપ સમસ્યાઓમાંથી આગવી સૂઝ થકી સરળ સમાધાન શોધી આપી શિક્ષણ ને વધું રુચિકર બનાવી આપ્યું. અને કલ્પી ન શકાય એવાં હકારાત્મક પરિણામ પ્રાપ્ત થયાં. કૌશલભાઈએ કરેલા નવતર પ્રયોગો જિલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા એટલું જ નહીં પરંતુ તેઓએ કરેલા નવતર પ્રયોગોને જી.સી .ઈ. આર.ટી એ અમલ માં પણ મુક્યા છે. આ બાબત કોઈ પણ શિક્ષક માટે ગૌરવની બાબત કહી શકાય.
બાળકને ફક્ત એકજ પદ્ધતિથી શીખવવામાં આવે તો તે કંટાળાજનક બની રહે છે. શિક્ષણમાં જો ઓડિયો –વિડીયોનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવી શકાય છે. પાઠ્યક્રમમાં આવતા મોટાભાગના એકમના એનિમેશન અને વિષય અનુંરૂપ અન્ય વિડીઓ ઓન લાઈન અથવા યુટ્યુબ પર ઉપલબ્ધ હોય છે. પરંતુ વારંવાર સર્ચ કરવામાં થતા સમયના વ્યય ને કારણે શિક્ષક તેનો ઉપ્યોગ કરવાનું ટાળે છે. ત્યારે ટેકનોસેવી કૌશલભાઈએ એક નવતર પ્રયોગ કરી આ સમસ્યાનો ઉકેલ શોધી આપ્યો. દરેક વિષયમાં એકમ આધારિત તેમાં આવતી કવિતા , પ્રયોગ ,વાર્તા તથા ચિત્રો માટે QR કોડ જનરેટ કરીને દરેક એકમમાં લગાવી દીધા. હવે જયારે પણ આ એકમ ભણાવવાનો થાય ત્યારે તે QR કોડ ને સ્કેન કરતા સીધી જ તે વસ્તુ YOU TUBE કે WEB SITE પર બતાવી શકાય છે.
આ QR CODE સ્કેન કરવા NEO READER એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાય છે તથા સીધું જ કોમ્પ્યુટરમાં ઉપયોગ કરવા માટે BARCODE TO PC એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાય છે. ડિજિટલ એજ્યુકેશન થૃ ક્યૂ આર કોડ આધારીત નવતર પ્રયોગ 2018 માં સાંદીપની આશ્રમ પોરબંદર ખાતે તેઓએ રજૂ કર્યો. જેની નોધ જી.સી.ઇ.આર.ટી દ્વારા લેવામાં આવી અને નવા અભ્યાસક્રમ માં ક્યૂ આર કોડ સામેલ કરવામાં આવ્યો છે. ઇનોવેશનની નોધ શ્રી અરવિંદ સોસાયટી પાંડેચેરી દ્વારા લેવામાં આવી છે અને તેના માટે પ્રમાણપત્ર પણ પ્રદાન થયું છે.
વિષય વસ્તુને રસપ્રદ રીતે પિરસવામાં પણ કૌશલભાઈની આગવી આવડત છે. જેના પરીણામે બાયસેગમાં અંગ્રેજી વિષયમાં તજજ્ઞ તરીકે કામગીરી કરેલ છે તથા લેસન પણ આપી સમસ્ત રજ્યના શિક્ષકોને મર્ગદર્શન તેઓ આપી ચુક્યા છે. અંગ્રેજી રિસોર્સ પર્સન ( આર.પી ) તરીકે કામગીરી કરેલ છે. આ ઉપરાંત ડાયટમાં સ્વચ્છતા મોડ્યુલ લેખન હોય કે સ્ક્રીપ્ટ રાઇટિંગ, સ્ટેજ સંચાલનની શિબિર હોય કે આચાર્ય નવસંસ્કરણ તાલીમ જીલ્લા કક્ષાએ મહત્વનું પ્રદાન તેઓ આપી રહ્યા છે. એસ.સી.ઇ, ભાષા શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, જેવી અનેક ટ્રેનિંગમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ પ્રસંશનીય કામગીરી તેઓ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ઇનોવેશન કે.આર.પી તરીકે હાલ કામ કરે છે. રાજ્ય કક્ષાની આઈ.સી.ટી ના તજજ્ઞ ટીમમાં પણ કામ કરે છે. વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમ વધું રસપ્રદ બનાવવા માટે ઇ કન્ટેન્ટનું નિર્માણ તેઓએ કર્યું છે. કૌશલભાઈની આ તમામ સેવાઓને બિરદાવતાં 5 સપ્ટેમ્બર 2019ન રોજ ધનસુરા તાલુકા કક્ષાનો બેસ્ટ ટીચર એવોર્ડથી તેઓને સન્માનવામાં આવ્યા.
કૌશલભાઈએ વર્ગખંડમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોઈ સાધનના અભાવે કે કોઈ સ્થાનિક પર્યાવરણની સમસ્યાના કારણે તેઓ હાથ પર હાથ ધરી બેસી રહેવાના બદલે એનો મર્ગ શોધી લે છે. તેઓના આ કર્યને શાળાન અચાર્ય જયેશભઈ પટેલ પણ બિરદાવતા રહે છે. અને વિકસવા માટે મોકળું મેદાન પુરૂ પાડે છે. જ્યારે શાળા પરિવારના સાથી શિક્ષક યોગેશભાઈ પટેલ અને શિક્ષિકા બહેનો પણ ખભે ખભા મિલાવી શાળાના વિકાસ માટે પ્રયત્ન શીલ છે.