અમિત કવિ
તમામ વિભાગોમાં સંવર્ગ વાર વર્ગ એક વર્ગ 2 વર્ગ-3 અને વર્ગ-4 સુધી એટલે કે સફાઇ કામદારો ડ્રાઇવરો અને સેવકો સુધી ગુજરાતની અસ્મિતાને ગુજરાતના ગૌરવ માટે પાયાના ચક્ર તરીકે પાયાના સૈનિક તરીકે ગુજરાતમાં લાખો કરાર આધારીત આઉટ સોર્સિંગ અને રોજમદાર,અંશકાલીન જેવી પ્રથાઓ સાથે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવનાર આ ગુજરાતના યુવાનો જુદા જ પ્રકારની વિભાજનવાદી એક જુદાજ વર્ગ વિગ્રહ વ્યવસ્થાઓ અને વ્યવહારિકતા ઓનો ભોગ બની રહ્યા છે. કાયમી કર્મચારીઓ તગડા પગારો નો ક્યાંય વિરોધ નથી પરંતુ સામે છેડે ઉભય પક્ષે આ પ્રકારની વ્યવસ્થાઓ માં જોડાયેલા આ કર્મચારીઓ યોગ્ય ઉત્તમ શૈક્ષણિક લાયકાત અને અનુભવો અને વિશેષ લાયકાતો કે આવડતો ધરાવતા હોવા છતાં એક જુદી અસ્પૃશ્યતા નો ભોગ બની રહ્યા છે.
નોકરી ની સલામતી માટે અનેક મજબૂરીઓ,જવાબદારિ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે ઘેરાયેલો યુવાન કર્મચારીઓ હવે અન્ય નોકરીઓ કે વેપાર માટે ઉમર અને જવાબદારીઓ ની વચ્ચે મજદરીયે ઉભો છે.સામે છેડે પોતાના સન્માન ખાતર પોતાના સ્વપ્નને વેચીને પણ આ તમામ પ્રકારની જોહુકમી અને ટૂંકા વેતન સાથે લાખો કર્મચારીઓ નોકરીની સુરક્ષાના સંઘર્ષો સાથે શોષણનો ભોગ બની રહ્યા છે.
સરકારી વ્યવસ્થાઓમાં કાયમી અને અસ્થાઈ કર્મચારીઓની આ ભેદ રેખા માં સૌથી વધુ અસરગ્રસ્ત આ યુવાનો આજે પોતાના અધિકારો હક્કો અને શોષણનેની સાથે આ કચડાયેલા યુવાનો ની સાથે અનેક જીવતી વાતો જોડાયેલી છે સમાજ સત્તા ની સામે આ કર્મચારીઓ ના પડઘાતા પ્રશ્નો આજે 180 ની ડીગ્રીએ પહોંચ્યા છે.આ તમામ ની સામે મોંઘવારી અને જવાબદારી ઓ અને શોષણખોરી અટ્ટહાસ્ય સાથે મોં ફાડી ને ઉભી છે.મજબૂરી, અને લાચારી, ગુલામી અને વેઠ પ્રથાઓ કરતાં પણ અક્ષમ્ય દારુણ કહી શકાય તેવી પરિસ્થિતિઓમાં આ કર્મચારીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એક જુદા જ પ્રકારની સહિષ્ણુતાનો અનુભવ કરી રહ્યા છે , પોતાના અને ગુજરાતની અસ્મિતાની સાથે પરિવાર અને સમાજ વ્યવસ્થાની ફરજ નિભાવવાની જવાબદારીઓ સાથે મૌન બનીને જીવતા આ યુવાનો આખી વ્યવસ્થાઓ અને આ પ્રકારના કાળા કાયદાઓ થકી અનેક કર્મચારીઓ ના સામાજિક આર્થિક શોષણ ની અનેક જીવતી વાતો બહાર આવી છે .પણ,ક્યાંક લોક લાજે આ તમામ શોષણ આપણા સુધી પહોંચતા નથી. અને પહોંચે છે તો સામાજિક ભય ના ભોગે આ પ્રશ્નો અને વાસ્તવિકતાઓ નું જાત સાથેજ સમાધાન કરવું પડે છે.કર્મચારીઓની સુરક્ષા સંઘર્ષના સમર્થન માટે ગુજરાતના તમામ રાજકીય પક્ષો શીર્ષસ્થ પત્રકારો લેખકો સામાજિક અગ્રણીઓ જાણે અજાણે આખી વ્યવસ્થાઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. આ એટલા માટે જોડાયેલા છે કે આ તમામ ગુજરાતની અસ્મિતાના પ્રથમ પંક્તિના ગણી શકાય તેવા સામાજિક મોભો ધરાવનાર રાજનેતાઓ અથવા સામાજિક શ્રેષ્ઠીઓ આ જ કર્મચારીઓ તેઓના સામાજિક પારિવારિક કે સંબંધોથી જોડાયેલા છે નવા જાગરણ સાથે આ પ્રશ્ન ને ઉજાગર કરવા સહયોગી બની ને સૌના સાથ અને સૌ કર્મચારીઓના વિકાસની વાત માટે લાખો કર્મચારીઓ ના સમર્થનમાં આપનો સાથ અને બંધારણીય માનવીય અભિગમ સાથે નો સહયોગ જોઈએ. આવનારા સમયમાં આ કર્મચારીઓના અન્ય રાજ્યોમાં થયેલા કાયમી કર્મચારીઓ જેવા લાભો ના સુધારાઓ ની અસર આપણા માદરેવતન ગુજરાતમાં થવી જોઈએ એટલે જ ભિખ નહીં અધિકાર જોઈએ નવી ક્રાંતિ જોઈએ. કરાર ના રીન્યુ ની અગ્નિ પરીક્ષાઓ, પ્રજા ના પૈસા ન જોરે આઉટ સોરસિંગ કંપનીઓ ને ધનવાન બનવવા કરતા આપણા ગુજરાત ના યુવાન ને કર્મચારીઓ ને સક્ષમ અને મજબૂત ભવિષ્ય માટે સૌ નો સાથ અને હાથ જોઈએ જયહિંદ જય જય ગરવી ગુજરાત
…કકડાયેલા કર્મચારીઓ ની વેદના માટે સૌ નો સાથ જોઈએ.