અમિત કવિ
ગુજરાત સ્થાપના દિવસ ની સૌ ને હાર્દિક શુભકામનાઓ..
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા 1 મેં 2022, ગુજરાત ના 63 માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ગૌરવશાળી ગુજરાતી – 2022 અંતર્ગત આજે મારી હોદેદારે પોતાની જવાબદારી લખવી ની જવાબદારી ના ભાગરૂપે શ્રી કીર્તિસિંહ ચૌહાણ જિલ્લા આઈઇડી કો.ઓર્ડીનેટર ,સમગ્ર શિક્ષા કચેરી,હિંમતનગર જિલ્લો.સાબરકાંઠા અને દિવ્યાંગ જનો ના ક્ષેત્રમાં છેલ્લા 21 વર્ષ થી ઉત્કૃષ્ટ કામગીરી કરી દિવ્યાંગજનોને સમાજ ની મુખ્ય ધારા માં ભેરવીને પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પૂરું પાડી તેમનું પુન:ર્વસન કરી સ્વનિર્ભર બનાવવા ની કામગીરી કરવા બદલ તેમને ગૌરવ પત્ર થી સન્માન કર્યું.
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના યુવાનો દ્વારા ગુજરાતભરમાંથી 108 અને પી.સી.આર વાન ના ડ્રાઈવર, સફાઈ કર્મચારી થી લઈને , ફાયરમેન, મેડીકલ ઓફીસર, મેડીકલ સ્ટાફ, વકીલ , રીપોર્ટર , મામલતદાર, પી.આઈ – આઈ.પી.એસ કક્ષા સુધી ના 126 જેટલા ગૌરવશાળી ગુજરાતીઓ ના સન્માન કરવામાં આવ્યા જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.
વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ ના વિઝન અનુસાર યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસ પટેલ ની અધ્યક્ષતા હેઠળ આવનારા સમયમાં દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ ના રોજ ગામડા ના છેવાડા થી લઈને વિશ્વ ના ખૂણે ખૂણે વસેલા એવા ગૌરવશાળી ગુજરાતીઓ નું ગૌરવ પત્ર આપીને સન્માન થશે કે જેને ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે યોગદાન આપ્યું છે.
જય જય ગરવી ગુજરાત..
જય ગુજરાત…