39 C
Ahmedabad
Thursday, April 25, 2024

પોઝિટિવ રિસ્પોન્સ : બાળકને ગુલાબનુ ફૂલ બતાવી શકાય પરંતુ ગુલાબની સુગંધને શી રીતે સમજાવશું?


સંતોષ દેવકર

હૃદયની રચના દોરતા શીખવાડશુ પણ સંવેદના ઝીલતા અને લાગણી અનુભવતા કેવી રીતે શીખવાડી શું?

Advertisement

‘હોય કાઇ ? એવું બનતુ હશે?’

Advertisement

‘હા, હા ખરેખર હુ ત્યાં હાજર હતો.’

Advertisement

‘તો તો મજા પડી હશે નઈ!’

Advertisement

‘હા, આ મુવીમા હાર્ડ સ્પોટ ઇન એજ્યુકેશનને સરસ રીતે સમજાવવામા આવ્યુ છે.

Advertisement

Advertisement

શિક્ષણના સિદ્ધાંતોને રુપેરી પડદે સમજાવતી અદભુત ફિલ્મ વિશે ચર્ચા કરવાની જ્યારે મને તક સાંપડી ત્યારે ગમતુ કામ મળવાથી થતો આનંદ બેવડાયો હતો.

Advertisement

‘મૈં મેરે સ્ટુડન્ટ પર કભી હાથ નહિ ઉઠાતા. સીખાના આસાન હે લેકિન સિખના મુશ્કિલ. ટીચર બનના આસાન હોતા હે સ્ટુડન્ટ  બનના બહોત મુશ્કિલ.’ઉપરોક્ત સંવાદો છે ફિલ્મ ‘હિચકી’ ના .

Advertisement

મોડાસાના પ્રયોગશીલ શિક્ષકો અને સંચાલકો દ્વારા ‘એજ્યુકેશન બાય ફિલ્મ’ વર્કશોપ ગોઠવવામાં આવ્યો હતો.બિપિનભાઇ શાહ એક પ્રયોગશીલ સંચાલક છે. ઇલાવ્યાસ કલરવના મુખ્ય શિક્ષિકા છે. જાતભાતના પ્રયોગો દ્વારા શિક્ષકની સાથે પેરેંટ્સને પણ લાઇવ રાખે છે.

Advertisement

બાળકને ગુલાબનુ ફૂલ બતાવી શકાય પરંતુ ગુલાબની સુગંધને શી રીતે સમજાવશું?

Advertisement

હૃદયની રચના શીખવાડશુ પણ તેની સંવેદનાનુ શું?

Advertisement

શિક્ષક પોતાની આગવી પધ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવે છે ત્યારે વર્ગખંડમા અનોખી સુગંધ પ્રસરી જતી હોય છે. મૂર્ત પરથી અમૂર્ત પરનો શિક્ષણનો સિદ્ધાંત ફિલ્મમા બખુબી આકાર લે છે. શિક્ષણ માત્ર વર્ગખંડોમા જ નથી હોતુ. બાસ્કેટબોલના કોર્ટ્મા ગણિતની કેટલીક સંકલ્પનાઓ વિદ્યાર્થીઓ શીખે છે. આ મુદ્દો આબેહૂબ રીતે ફિલ્માંકિત થયો છે.

Advertisement

તે પ્રયોગો જાતે કરે, વિચારે અને અનુભવે કારણ કે વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયાનુ અગત્યનુ અંગ છે. તે હિચકીમા સુપેરે દર્શાવવામા આવ્યું છે. જુદીજુદી પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણની પ્રક્રિયાને લાઇવ બનાવવામા શિક્ષકની ભૂમિકા મહત્ત્વની છે. તેનો એહસાસ પ્રેક્ષકને દરેક ક્ષણે થાય છે.

Advertisement

શિક્ષક, આચાર્ય, સહાધ્યાયીઓ, શાળાના પટાવાળા વગેરેના વર્તનની  વિદ્યાર્થી પર અસર થતી હોય છે. ધોરણ નવ એફનો ક્લાસ દરેક શાળામા હોય પરંતુ મીસ નૈના જેવા ટીચર અમુક જ  શાળા પાસે હોય છે. જીવનના પડકારો સામે ટક્કર લેતા શીખવાડે તે શિક્ષકનાઇન એ ક્લાસને ભણાવવો એ મોટી વાત નથી પરંતુ નાઇન એફના ક્લાસને શિક્ષણમા રસ લેતો કરવો  એ શિક્ષક માટે ચેલેંજ બની રહે છે.વિદ્યાર્થીઓને સપના જોતા શીખવાડે અને જીવનના પડકારો સામે ટક્કર લેતા શીખવાડે એવા શિક્ષકની આ ફિલ્મમા વાત કરવામા આવી છે.

Advertisement

શિક્ષણ અને સફળતા કોઇ એક વર્ગનો ઇજારો નથી, ઝૂપડ્પટ્ટીમા રહેતાં બાળકો પણ સફળ થઇ શકે છે, જે આ ફિલ્મનો મધ્યવર્તિ વિચાર છે. શિક્ષકના સ્વભાવની સારપ એટલી બળવત્તર બને છે કે તેની ખામી આપોઆપ ઢંકાઇ જતી હોય છે.જ્યારે ખામી ઉપર ખૂબી હાવી બને ત્યારે સમજવું કે શિક્ષણ પ્રક્રિયા યોગ્ય દિશામા ચાલી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!