માનસીની વેદના પ્રકરણ – 4
હેતલ પંડ્યા
શાળા નો પ્રથમ દિવસ અને મામી ના આવા વર્તનથી મારું મન ખૂબ જ બન્યુ હતું. શાળા ના ગેટ ઉપર ઊભી ઊભી હું રડી પણ નહતી શકતી. બધાં મને જોતાં જોતાં શાળા માં પ્રવેશ કરી રહ્યા હતાં. મેં તો શાળા જોઈ પણ ન હતી અને કઈ બાજું જવાનુ હતું તેની પણ મને ખબર ન હતી. હવે મને શાળા માં જવાંની કોઈ ઈચ્છા ન હતી મન માં એક ભય સાથે ધીમે ધીમે હું આગળ વધવા લાગી.ત્યા મારી નજર એક વિદ્યાર્થીની ઉપર પડી. તે કોઈ ની રાહ જોઈ રહી હતીં. મેં તેને મારાં ક્લાસ તરફ જવાનો રસ્તો પૂછ્યો. તેને મને જણાવ્યું કે તે મારા જ ક્લાસ ની વિદ્યાર્થીની છે. અને ધીમે ધીમે અમે બન્ને અમારા વર્ગખંડ તરફ જવા લાગ્યા.
ખુબ જ સુંદર વર્ગખંડ, મારાં ગામડાં ની શાળા થી બિલકુલ અલગ,બધાં જ નવાં નવાં ચહેરાં. ક્લાસ માં એક હું જ નવી હતી ,મારી સાથે આવેલી વિદ્યાર્થી ની ના બધાં ઓળખતાં હતાં .તેને મને કલાસમાં તેની બાજું માં બેસાડી. તે બધા ને મારો પરિચય આપવાં માંગતી હતી પરંતુ તે પહેલાં જ ક્લાસ માં અમારા શિક્ષક આવી પહોંચ્યા. આજે વેકેશન પછી નો શાળા નો પ્રથમ દિવસ હતો. સાહેબ ક્લાસ માં આવતાં ની સાથે જ બધાં ને પોતાનો પરિચય આપી તથા તેઓએ વેકેશન કેવી રીતે વિતાવ્યું તે વારાફરતી કહેવા કહયું .બે વિદ્યાર્થી પછી મારો નંબર આવ્યો હું ઊભી થઈ, સાહેબે મારો પરિચય માગ્યો પણ હું કશું જ બોલી ન શકી.કાકી ના વર્તનથી મારું મન ઉદાસ હતું વળી શાળા નો આજે મારો આ પ્રથમ દિવસ હતો જેથી મારા મન માં થોડો ડર પણ હતો.હું કયાક બોલું તે પહેલાં મારી મિત્ર બોલી ઉઠી સાહેબ આ માનસી છે અને તે ગામડે થી આવી છે. સાહેબે મારી સામે જોઈ મને બેસવા કહી દીધું. થોડી વાર પછી રીસેસ પડી. મારી નવી મિત્ર ( પ્રિયા) એ બધાં વિદ્યાર્થી ઓ ને મારો પરિચય આપ્યો. બધાં વિદ્યાર્થી ઓ મારાં નવાં મિત્રો બની ગયા આ વાત નો મને ખુબજ આનંદ થયો. તે લોકો ને પણ મને મળી ને આનંદ થયો હતો. તે બધાં ખુશ દેખાતા હતા. આખો દિવસ ખુબજ મજા આવી .બધાં શિક્ષકો ખુબજ સારા હતા. નવા મિત્રો પણ સારા હતાં. શાળા ના આ પ્રથમ દિવસ થી મને થોડો સંતોષ થયો ત્યા તો પાંચ વાગી ગયા. શાળા છુટવાનો સમય થઈ ગયો. બધાં વિદ્યાર્થી ઓ ફટાફટ બેગ પેક કરી ગેટ તરફ જવાં લાગ્યા. પંરતુ મારું મન પાછું ગંભીર બની ગયું . આ ગંભીરતા નુ કારણ એ હતું કે મારે ઘરે જવું ન હતું. આખો દિવસ શાળા માં ખુબજ મજા આવી હતી પણ હવે પાછું એનું એ