asd
29 C
Ahmedabad
Monday, October 7, 2024

વ્યક્તિ વિશેષ : મારી જીવન શાળા ગાડીયારા” ના શિલ્પી યુવા અને ઉત્સાહી આચાર્ય મિનેષભાઈ પ્રજાપતિ


અમુક વ્યક્તિઓ વિશિષ્ટ પ્રકારના હોય છે.જે પરંપરાગત રસ્તાથી થોડા હટકે પોતાનો જુદો માર્ગ શોધતા હોય છે. જે પછી રાજમાર્ગ બનતો હોય છે. વાત છે એવા આચાર્યની કે જેઓએ ખોબા જેવડા ગામની એક સરકારી પ્રાથમિક શાળાની ઉત્તમ શાળા બનાવી છે. જ્યાં વિદ્યાર્થીઓ મુલ્ય શિક્ષણ અને જીવન કૌશલ્યના પાઠ હોશેંહોશેં શિખી રહ્યાં છે. એ યુવાન અને ઉત્સાહી આચાર્યનું નામ છે મિનેષભાઈ પ્રજાપતિ.

Advertisement

ખેડા જીલ્લાના તાલુકા મથક કપડવંજથી 10 કિ.મી દૂર ખારવા નદી કીનારે આવેલું નયનરમ્ય ગાડીયાર ગામની શાળાને સૌ શિક્ષકોના સહિયારા પુરુષાર્થે રળિયામણી બનાવી છે. અહીના લોકો ખૂબ વિકટ આથિક પરિસ્થિતિની સામનો કરી રહ્યો છે. છતાં હિંમતથી સામનો કરી પોતાનું જીવન ગૌરવભેર જીવી રહ્યા છે. ગામમાં શાળાનો પાયો તો અઝાદી કાળમાં જ નંખાઈ ચુક્યો હતો. એ સમયે ગામના 5 લોકો ભેગા મળી 10 / 08 / 1949 ના દિવસે ગામના કોઈ વ્યક્તિના ઘરમાં એક શાળા શરૂ કરવામા આવી. આજથી 68 વર્ષ પહેલા ૩ બાળકોથી શરૂ કરવામાં આવેલી શાળા આજે 200 બાળકો અને 8 શિક્ષકથી ઘમઘમે છે. શાળાના વિકાસમાં પુર્વ આચાર્યો અને પુર્વ શિક્ષકોનો પણ ફાળો ખરો.

Advertisement

મિનેષભાઈ પ્રજાપતિ 2004 માટ શિક્ષક તરીકે નિયુક્તિ પામ્યા. અને 2014 માં ગાડીયારા શાળાના કર્ણધાર બન્યા. જ્યારે તેઓએ આચાર્ય તરીકેની જવાબદારી સ્વિકારી ત્યારે અનેક પડકારો હતા. ગાડીયારા પ્રાથમિક શાળા ગુણોત્સવમાં ડી ગ્રેડ ધરાવતી શાળા હતી. શાળાના આચાર્ય મિનેષભાઈ અને સાથી શિક્ષક મિત્રો એ કમર કસી અને શાળાનું શૈક્ષણીક ધોરણ ઊંચું લાવવાની મથામણ આદરી. શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમવા લાગી. શાળામાં સાંસ્કૃતિક કાર્યકમો, ગરબા , રક્ષાબંઘન હીળો , ઉતરાયણ , દિવાળી , ગાંધી જયંતી, મટકી ફોડ, , જેવા કાર્યક્રમ થકી બાળકોમાં અને સહભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની ભૂખ જગાડી. આચાર્ય મનિષભાઈના શાળાના શિક્ષકોને મોકળું મેદાન પુરું પાડ્યું. સૌની સહિયારી મહેનત રંગ લાવવા માંડી. ધીમેધીમે શૈક્ષણિક ગુણવત્તાનો ગ્રાફ વધતો ગયો આજે શાળા A ગ્રેડમાં સ્થાન પામી છે. જે શાળાની મોટી સફળતા ગણાય છે.

Advertisement

ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન માં આ નાની અમથી શાળા બે વાર રાજ્ય કક્ષાએ ખેડા જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ અપાવ્યું. એટલું જ નહીં પરંતું રષ્ટ્ર કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે સમગ્ર રાજ્યમાંથી 4 કૃતિ પસંદ કરવામાં આવી જેમાં 2 કૃતિ ગાડીયારા પ્રાથમિક શાળાની હતી. બેગ્લોર ખાતે હુબલી મુકામે નેશનલ કક્ષાના પ્રર્દશનમાં શાળાએ ભાગ લઈ સમસ્ત રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. આ ગૌરવ બદલ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ . 26 મી જાન્યુઆરી ના દિવસે માન. મંશ્રીના હસ્તે શાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

Advertisement

Advertisement

ગામની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિયાળામાં બાળકો સ્વેટર વગર સવારે થરથર કાંપતા શાળામાં આવે, કેટલાક બાળકો તો શનિવારે શાળામાં આવવાનું જ ટાળતાં.. આવી પરિસ્થિતિ જોઈ શિક્ષકોના મનમાં વિચાર આવ્યો કે તમામ બાળકોને દાનમાં સ્વેટર આપવા પછી તો પૂછવું જશું?? દાનનો પ્રવાહુ અવિરત વહેવા લાગ્યો. અને 60 ,000 ના ઓસ્વાલના સ્વટર લાવી બાળકોને આપવામાં આવ્યા. બાળકો નિયમિત ખૂબ જ આનંદ પૂર્વક શાળામાં આવતાં થયાં.

Advertisement

શાળામાં નીત નવા પ્રયોગો થકી બાળકોમાં ખુબ જ મોટો બદલાવ લાવી શક્યા છે . આવો જ એક પ્રયોગ કરવામાં આવ્યો બચત બૅન્કનો અને શરૂ કરવામાં આવી ગાડીયારા શાળામાં બચત બૅન્ક. જેનું નામ આપવામાં આવ્યું “ બેન્ક ઓફ ગાડીયારા ” બાળકો પૌતાની કરેલી બચત માંથી બૅન્ક ઓફ ગાડીયારામાં પોતાના નામનું ખાતું ખોલાવી પૈસા જમા કરાવે છે. અને તેના થકી બચત કરેલા પૈસામાંથી પ્રવાસ જવાનું હોય, મેળામાં જવાનું હોય કે શૈક્ષણિક સામગ્રી લાવવી હોય ત્યારે ઉપયોગ કરે છે. આમ બેન્ક ઓફ ગાડીયારાએ બાળકોમાં બચતનો ગુણ વિકસાવ્યો છે .

Advertisement

અત્યારે શાળામાં તમામ પ્રવૃતિઓ બાળકો દ્વારા કરવામાં આવે છે. બાળસંસદ ને તમામ પ્રોજેક્ટની જવાબદારી સોપવામાં આવી છે જેમાં આરોગ્ય વિભાગ , પાણી વિભાગ , વિજળી વિભાગ, વૃક્ષ બચાવો વિભાગ, પ્રાર્થના, કોમ્યુટર, ખોયા-પાયા, સ્ટીલ, જીમ, વાંચન વિભાગ તથા બાળ અદાલત, પ્રશ્નપેટી બોક્ષ જેવા કેટલાય વિભાગોમાં બાળ સંસદના બાળકો કામ કરી કઇક નવુ શિખ્યાનો આનંદ અનુભવે છે. સંસદના વિભાગ – આ શાળાને હવે કોઈ રોકી શકે તેમ નથી શિક્ષકો અને શાળા રોજે રોજ બાળકોને કઇક નવુ આપે છે. અને નવી પેઢી તૈયાર થાય છે . જે આવનાર ભવિષ્યમાં પોતાનું અને શાળાનું નામ રોશન કરશે .

Advertisement

બાળ સંસદ વિભાગના બાળકોએ એક અનોખી “ પુસ્તક હોસ્પિટલ ” શરુ કરેલ છે . જેમાં એક નાનકડી પેટી મુકવામાં આવી છે . જેમાં કાતર , સેલોટેપ , ગુંદર , ફેવીકોલ , રબર . પેન્સીલ , બટન , સોય , સોયો , રિંગીન સેલોટેપ , સુતરા , સ્ટેપલર , પીનો , મુકેલી રાખવામાં આવે છે . બાળકો જ્યારે જરૂર પડે ત્યારે તેની ઉપયોગ કરી ફાટી ગયેલા પુસ્તકો, નોટી, ચોપડા જાતે સાંધીને તૈયાર કરે છે. જેના થી બાળકો જીવન કૌશલ્યના પાઠ શિખે છે અને જાતે કામ કરવાનો આનંદ લે છે.

Advertisement

મિનેષભાઈ એ એક નવો પ્રયોગ કર્યો.શાળામાં જ છોકરા અને છોકરીઓના મિશ્ર જૂથ બનાવી રોટલા બનાવવાનો પ્રોજેકટ કર્યો. આજે શહેરી ગૃહિણીઓને જ્યાં રોટ્લા ઘડવામાં મુશ્કેલી અનુંભવે છે ત્યારી આ શાળાની નાની નાની ઢિંગલીઓ સુંદર રોટલા ઘડી શકે છે. માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પણ તેની સાથે સાથે જીવન કૌશલ્યની કેળવણી આપી આ શાળાએ એક નવો ચીલો ચાતર્યો છે. મને ગાંધીજીના શિક્ષણના વિચારો સમજીને એને વર્તમાન યુગમાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી સ્કૂલમાં કેવી રીતે અમલીકરણ કરી શકાય તેવા 38 પ્રોજેકટ તૈયાર કર્યા છે.શાળા જીવન ઉપયોગી શિક્ષણ આપી શકે તેનું ઉદાહરણ આપ્યું. શિક્ષણમાં પણ સંશોધન કરી શિક્ષણ ને ભાર વિનાનું…આનંમય અને પ્રવૃતિલક્ષી બનાવી શકાય છે.એનું આબેહૂબ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

Advertisement

જી.સી.ઈ.આર.ટી. અને આઈ. આઈ.એમ. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઈનશોઘ કાર્યકમ અને ઓનલાઈન તાલીમ આપવાનું કામ કરે છે. આવા 20000 ઇનોવેશન પૈકી 300 જેટલા ઇનોવેટીવ શિક્ષકોને પસંદ કરી તેવા શિક્ષકોને આઈ.આઈ.એમ. માં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં ગોરવ ગાડીયારા શાળા આચાર્ય મિનેષભાઈને પણ મળ્યું હતું. જે ગૌરવપુર્ણ બાબત કહી શકાય.

Advertisement

આવા શિક્ષકો અવનવું સંશોધન કરી શિક્ષણ ને સરળ બનાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. મિનેષભાઈએ અત્યાર સુધીમાં તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક તાલીમોમા તજજ્ઞ તરીકે ઉત્તમ કામગીરી કરી છે. તેમની વકતૃત્વ કલા અને એક પછી એક મુદ્દાની છણાવટ કરવાની કુનેહ લાજવાબ છે. પોતાની વાતને સરળતાથી સમજાવવા તેઓ ઉત્તમ ઉદાહરણ આપી પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા જાય છે. મનિષ ભાઈની આવી સરાહનીય કામગીરી બદલ તાજેતરમાં જ પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ગત વર્ષે જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરિકે સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. .

Advertisement

મિનેષભાઈ જેવા શિક્ષણ પ્રેમી આચાર્યની વહિવટ કુશળતાને કારણે આ નાનકડા ગામની સરકારી શાળા શિક્ષણ અને સંસ્કારનું તિર્થધામ બની છે. મિનેષભાઈ અને સમસ્ત શાળા પરિવારને અઢળક અભિનંદન.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!