39 C
Ahmedabad
Tuesday, April 16, 2024

પોઝિટિવ રીસ્પોન્સ : દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!


ગુજરાતના સુવિખ્યાત અને વાચકોના પ્રિય કવિઓમા અનિલ ચાવડાનુ નામ સહજ રીતે મુકાઇ જાય છે. તેમના એક પછી એક ગઝલ સંગ્રહો અને મુશાયરાના વિડિઓને લોકોએ અઢળક દાદ-સોરી લાઇક આપતા રહ્યાં છે.કવિતા અને મુશાયરાના ‘અનિલ’ જુદા જુદાં છે.લખેલી કવિતા કે ગઝલ વાંચવાની મજા આવે એ તો ખરું જ પરંતુ અનિલને મુશાયરામા સાંભળવાની મજા તો કઈક ઓર જ છે.મુશાયરામા જેવા અનિલ ઉભા થાય કે આખ્ખુ ઓડિયન્સ સાબદુ થઈ જતુ નિહાળ્યું છે.તેમના એક ગીત ને માણીએ:

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!

Advertisement

મોજાં પર મસ્તીથી તરવાની ઝંખનાનું

Advertisement

રોપો છો પહેલાં તો બીજ,

Advertisement

ત્યારબાદ સામેના કાંઠા પર બતલાવો

Advertisement

માંહ્યલાની મોહક કોઈ ચીજ

Advertisement

દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ

Advertisement

ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;

Advertisement

એકાદું આંસુ પણ સારીએ તો ડોકાતા

Advertisement

કેમ નથી રૂમાલ થઈ લૂછવા?

Advertisement

નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખવાની ઊંડી કોઈ વાવ!

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

~ અનિલ ચાવડા

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!

Advertisement

આવું એટલે કેવું? કવિ સુંદર રીતે ગીતને આગળ વધારે છે.પંખીની પાંખો કાપીને કહે હવે ઉડ.રવીન્દ્રનાથ ટાગોરની શિક્ષણ વિષયક એક કવિતામા પંખીની પાંખો કાપી નાખીને તેના ન ઉડવા વિશે ફરિયાદ કરવામા આવે છે.પંખીને શિક્ષણ સિવાયની જાત જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.સદર કટાક્ષિકામા પંખી એજ્યુકેટ થવાને બદલે મરી જાય છે.

Advertisement

પહેલા બીજ રોપવામા આવે છે.કોઇ આશાનુ કિરણ બતાવવામા આવે છે. અને આગ લગાડ્યા પછી પાણીની ટેંકર મોકલવા જેવો ઘાટ ઘડાય છે. અહિ જબરદસ્ત કટાક્ષ પ્રગટે છે.

Advertisement

કવિ લખે છે:

Advertisement

દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

વર્તમાન સમાજ જીવન પર કવિ માર્મિક ટકોર કરે છે. સુખના દિવસો આવ્યાના વધામણા લઇએ ત્યાં તો દુખના ઓળા વરતાવા લાગે છે.

Advertisement

પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ

Advertisement

ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;

Advertisement

આ દેશમા કેટલાક માણસો પોતાના આસપાસના વાતાવરણને નેગેટીવીટીથી ભરી દ ઇ દો- જખ જેવું બનાવી દેતા હોય છે.ને પછે કહે છે હવે જીવનમા બહુ કસ રહ્યો નથી.સાવ નાનકડી આપત્તિનેપહાડ જેવડી બનાવી દેવામા તેઓ નિષ્ણાત હોય છે. પહેલાએ લોકો કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર-વાર વેચે છે. એ લોકો એ ‘લોકો’ છે જ નહિ નો આક્રોશ કવિ પ્રિયકાંત મણિયાર વ્યક્ત કરે છે.

Advertisement

નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખવાની ઊંડી કોઈ વાવ!

Advertisement

સાવ આવું કરવાનું, સાવ?

Advertisement

અનિલ પાસે ગુજરાતને ઘણી અપેક્ષાઓ છે.બસ આજ રીતે વરસતા રહો વાચકોની તરસને છીપાવતા રહો.

Advertisement

મિસરી

Advertisement

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
(અનિલ ચાવડાના પુસ્તક માંથી)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!