સમગ્ર રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી માહોલના અદભૂત વીડિયો સામે આવતા હોય છે. ડાંગના પહાડી વિસ્તારો, સાપુતારા, સૌરાષ્ટ્રમાં ધોધના વીડિયો, ગીર જંગલના વીડિયો વગેરે વીડિયો હાલ ચોમાસાના સમયમાં જોવા મળે છે ત્યારે વરસાદી માહોલમાં ચારેકોર કુદરતી નજારાના વીડિયો તો છાશવારે જોવા મળતા હોય છે, પણ કુદરતના કરિશ્માના વીડિયો જવલ્લે જ દેખાય છે. આવો જ એક વીડિયો અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકનો સામે આવ્યો છે, જેમાં મેઘ ધનુષ્યનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
ભિલોડા તાલુકાના વાંસેરા કંપાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકોએ મેઘ ધનુષ્યનો અદભૂત નજારો કેમેરામાં કંડાર્યો છે. વરસાદી માહોલ વચ્ચે આકાશમાં જોવા મળેલા દ્રશ્યો સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. મેઘ ધનુષ્યના ફોટો કે વીડિયો મારફતે બાળકોને બતાવવામાં આવતા હોય છે, પણ ચોમાસાના સમયમાં કુદરતી નજારો જોવાનો લ્હાવો પણ અદભૂત હોય છે, જેને જોવા માટે સૌ કોઇ અગાસી પર પહોંચી ગયા હતા.