પોળો ને પ્રદુષણ મુક્ત બનાવવા અને પોળો ના વિકાસ માટે અવનવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે પોલો ના સૌદર્ય વધુ એક વધારો થયો છે જી હા પોલો માં પ્રવાસીઓ માટે 15 જેટલી ઈ રીક્ષા અપાતા સ્થાનિકો ને રોજગારી મળશે અને પ્રદુષણ અટકશે.
સાબરકાંઠા નો એકમાત્ર કુદરતી ભેટ તરીકે ગણાતા પોલો ફોરેસ્ટ આમ તો વનડે પીકનીક માટે નુ બેસ્ટ સ્થળ માનવામાં આવે છે.પ્રાચીન વારસો અને ઐતિહાસિક વિરાસત સમુ પોલો ફોરેસ્ટ, અહિ જંગલ છે નદીઓ છે ઝરણા છે અને પ્રાચીન મંદિરો પણ છે ત્યારે શનિ-રવિ અને રજાઓના દિવસે તો જાણે કે પોલો ફોરેસ્ટ ખાતે મોટી સંખ્યા માં સહેલાણીઓ ઉમટી પડે છે ત્યારે સહેલાણીઓ માટે સ્થાનિક તંત્ર અને સરકાર દ્રારા પોલો નો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આમ તો કલેક્ટર દ્રારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે ટુ વ્હિલર સિવાયના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ છે તો પ્લાસ્ટિક ની ચીજવસ્તુઓ પર પણ અહિ પ્રતિબંધ છે ત્યારે પહેલા પ્રવાસીઓને સારણેશ્વર પાસે વાહનો પાર્ક કરવામાં આવતા હતા અને ત્યાંથી પ્રવાસીઓ ચાલીને આવતા હતા અને થાકી પણ જતા હતા ત્યારે પોલો ખાતે જીલ્લા પંચાયત દ્રારા 15 જેટલી ઈ રીક્ષા અપાતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે.
15માં નાણા પંચ અંતર્ગત જીલ્લા પંચાયતના સદસ્ય અરવિંદ પટેલ અને જીલ્લા પ્રમુખની ગ્રાન્ટ માંથી આશરે 25 થી 30 લાખની 15 જેટલી ઈ રીક્ષાઓ અભાપુર ગ્રામ પંચાયત ને અર્પણ કરાઈ છે.. આ ઈ રીક્ષાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, પોલો ફોરેસ્ટ ના વાતાવરણમાં પ્રદુષણ ન થાય તે સાથે અહિના સ્થાનિક ને રોજગારી પણ મળી રહે તે માટે આ ઈ રીક્ષા અપાઈ છે જેના થકી જે પ્રવાસીઓ છે તેમના વાહન બહાર પાર્ક કરીને ઈ રીક્ષા થી જંગલમાં પ્રવેશ મળશે જે સારણેશ્વર મંદિર થી પોલો કેમ્પ સાઈટ, વણજ ડેમ અને વણજડેમથી વિજયનગર તરફ જતા ત્રણ રસ્તા સુધી ઈ રીક્ષા પ્રવાસીઓનો સહારો બનશે.
સાંભળો સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું..
વન ડે પીકનીક ની મજા માણતો પ્રવાસીઓ માટે હવે ઈ રીક્ષા એક સહારો બન્યો છે જેના કારણે જે લોકો ચાલીને આવતા હતા તેમને ફાયદો થશે તો અહિનુ વાતાવરણ પણ સુધ્ધ રહેજે સાથે સાથે અહિના લોકોને રોજગારી થકી પંચાયતની પણ આવક વધશે.