મેઘરજના જામગઢમાં રહેતા કાંતિભાઈ દોલાભાઈ મનાત શંકાશીલ સ્વભાવ હોવાના પગલે તેની પત્ની સવિતા બહેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો રવિવારે રાત્રે કાંતિના મગજમાં ફરીથી વહેમનો કીડો સળવળાટ કરતા ઘર બહાર ખાટલામાં ઉંઘતા સવિતા બેન પર કુહાડીના ઘા પર ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો ઈસરી પોલીસ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
જામગઢ ગમનો કાંતિ મનાત તેની પત્નીની હત્યા કરી રાજસ્થાનમાં ફરાર થઇ જતા જીલ્લા એલસીબી પોલીસ, મેઘરજ પોલીસ અને ઇસરી પોલીસે બાતમીના આધારે રાજસ્થાનના વીરપુર નજીકથી ચાલતો ચાલતો પસાર થતા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો