અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગ પરથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય થયા છે ઇસરી પોલીસે 24 કલાકમાં વધુ એક કારમાં વિદેશી દારૂની હેરાફેરીને નિષ્ફ્ળ બનાવી કારમાંથી 822 બિયરના ટીન અને ક્વાટરીયા જપ્ત કરી કાર મૂકી ફરાર બંને બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઇસરી પોલીસને વાકાંખેડા ગામ થી કદવાડી રોડ પર ઇટવા ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળતા ઇસરી પોલીસે તાબડતોડ ઇટવા નજીક નાકાબંધી કરતા દારૂ ભરેલી કાર ચાલક બુટલેગર અને તેની સાથે રહેલો શખ્સ કાર રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 1.2 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે 3.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા