15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ
Advertisement
અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર પર્વ. સાબરકાંઠા જિલ્લામાંથી 15મી ઓગષ્ટ 2013 ના રોજ અલગ બન્યા બાદ અરવલ્લી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે.
આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે.
જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેટીયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.