દેશના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આગામી 15 જુલાઈએ સાબરડેરી ખાતે લોકર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને 600 કરોડ રૂપિયાના ચીઝ પ્લાન્ટનું ખાતમુહર્ત કરી સાબરકાંઠા સહીત ગુજરાત રાજ્યને ભેટ આપી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાની ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્ટિપટલની જમીન જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ફાળવણી કરવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે
કોરોના સંક્રમણમાં સિવિલ હોસ્પિટલના અભાવે અનેક લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેમજ સમયસર સારવાર ન મળતા અનેક લોકો સ્વજનો ગુમાવી ચુક્યા છે કોરોના સંક્રમણમાં ધંધા રોજગાર બંધ થતા અનેક લોકો બેરોજગાર બન્યા હતા બીજી બાજુ કોરોનાની મોંધીદાટ સારવારના તોતિંગ ખર્ચના પગલે અનેક પરિવારો દેવાના ડુંગર તળે દટાઈ ચુક્યા છે કોરોના સંક્રમણ ફરીથી સમગ્ર દેશ સહીત ગુજરાતમાં બિલ્લી પગે પ્રસરી રહ્યું છે
અરવલ્લી જીલ્લાના સ્થાપનાના 8 વર્ષથી વધુના સમય પછી પણ જીલ્લા સિવિલ હોસ્પિટલની સેવા ઉપલબ્ધ થઇ શકી નથી સિવિલ હોસ્પિટલ માટે જમીન ફાળવણી પછી ટેન્ડરિંગની પ્રક્રિયામાં સિવિલની કામગીરી અટવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે હાલ જીલ્લામાં સિવિલ હોસ્પીટલના અભાવે જરૂરિયાતમંદ અને ગરીબ પ્રજા આરોગ્ય લક્ષી સેવા માટે ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવા મજબુર બન્યા છે 121 કરોડના ખર્ચે નિર્માણ થનાર સિવિલ હોસ્પિટલનું નિર્માણ ક્યારે થશે તેની પ્રજાજનો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે