સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી 2,88,100 મુદ્દામાલ ચોરાયો
Advertisement
હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલ તુલસી સોસાયટીના એક બંધ મકાનમાં ને ટાર્ગેટ બનાવી બાથરૂમની બારી તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ₹1,50,000 એમ કુલ મળી ₹2,88,000 ની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા.
સાંજે ઘરે પરત ફરતા મકાન માલિકને ઘરમાં ચોરીની જાણ થતા તેઓએ હિંમતનગર પોલીસ સ્ટેશન નોંધાવી હતી જેને લઇ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ચોરી અંગેપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળી હતી કે ભોલેસ્વર વિસ્તારમાં આવેલ તુલસી સોસાયટીમા વિનેશભાઈ કાંતિભાઈ ગામેતી રહે છે જેઓ 6 જુલાઈના રોજ વહેલી સવારે પોતે પાણી સપ્લાય નો વ્યવસાય કરતા હોવાથી ઘરે થી નોકરી જવા માટે નીકળી ગયા હતા અને તેમના પત્ની હિંમતનગર સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાથી બાળકોને સાથે શાળામાં લઈને ગયા હતા. તે દરમિયાન તેમનું મકાન બંધ હોવાથી અજાણા ઈસમો બાથરૂમની બારી તોડી બારીમાંથી ઘરમાં ઘૂસી તિજોરી તાળું તોડી તિજોરીમાં મૂકેલા ૧,૩૮,૦૦૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત દોઢ લાખ રૂપિયા ની રોકડ રકમ લઈ ચોર ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલે હિંમતનગર પોલીસ પી.એસ.આઇ એવી જોશીએ તપાસ હાથ ધરી છે.