કાવ્યને ઓપરેશન માટે વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એક લાખ પચાસ હજાર નો ચેક આપવામાં આવ્યો તથા તમામ રીપોર્ટ નું બીલ ફાઉન્ડેશન ધ્વારા ચુકવવામાં આવ્યું, અને કાવ્યને ત્રણ મહિના સુધીની તમામ ખર્ચ પણ ફાઉન્ડેશન ચૂકવશે. જેનું કોઈ નથી તેનું વીર પ્રતાપ ફાઉન્ડેશન છે. જેનું નામ લેતા ગૌરવ થાય તેવા વીર પ્રતાપ ફાઉન્ડેશન ની સેવાકીય પ્રવૃતિઓ પ્રશંસનીય છે.
વર્તમાન રાજ્ય સરકાર રાજ્યની તમામ જનતા જનાર્દન ના કલ્યાણ અને સુખ સુવિધા યુક્ત જીવન માટે સતત કાર્યરત છે. અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, કૃષિ પશુપાલન, અન્ન અને ખાદ્ય, સુરક્ષા, વીજળીકરણ સૌર ઊર્જા, માર્ગ મકાન અને જળ વ્યવસ્થાપન, યાત્રાધામ વિકાસ સહિત સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમો, બંદરો અને ઉદ્યોગોના વિકાસ થકી રોજગાર ક્ષેત્રે વ્યક્તિલક્ષી તેમજ જાહેર ઉપયોગની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલ કરીને દરિયાકિનારા થી લઇ અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી વિકાસયાત્રાને પહોંચાડીને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા કલ્યાણ નો મંત્ર સાર્થક કરી છેલ્લા વીસ વર્ષના શાસનમા થયેલ વિકાસની પ્રજાને જાણકારી મળી રહે તે માટે વંદે ગુજરાત કાર્યક્રમ નું સમગ્ર ગુજરાત રાજ્યમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યની જાહેર જનતા આનંદની લાગણી અનુભવી રહી છે .
આ સંજોગોમાં રાજ્યભરના રાષ્ટ્રપ્રેમી વિવિધ સમાજના સમાજસેવા પ્રિય આગેવાનો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને સીધી મદદ કરો છો તે ખૂબ ખુબ અભિનંદન ને પાત્ર છે, એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યુ હતું. આ સાથે જ વીર પ્રતાપ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓ ને અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીએ બિરદાવ હતી.