28 C
Ahmedabad
Friday, September 22, 2023

અરવલ્લી : ધારાશાસ્ત્રી પર હુમલો કરનાર 3 શકમંદોને LCB દબોચ્યા, મોડાસાના મોતીપુરા નજીક 6 શખ્સોએ કર્યો હતો હુમલો


અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં વકીલ પર થયેલા હુમલાની ઘટનાને લઇને પોલિસને મોટી સફળતા મળી છે અને 3 શકમંદોને દબોચ્યા છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 શકમંદોને પકડી સમગ્ર ઘટનાને લઇને પૂછપરછ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઇને મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ગુનો નોંધાયો હતો અને બાર એસોસિએશને આરોપીઓને ઝડપી પાડવા માટે બાઈક રેલી યોજી કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાને આવેદન પત્ર પણ આપ્યું હતું, ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને પોલિસને મોટી સફળતા મળી હોય તેલું લાગે છે.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો 
મોડાસા તાલુકાના કુડોલ ગામના વતની અને વ્યવસાયે વકીલાત કરતા જયેન્દ્રભાઈ પ્રજાપતિ રોજિંદીક્રિયા મુજબ મોડાસા આવતા હતા તે સમય દરમિયાન 6 શખ્સો ગાડી લઇને આવ્યા અને તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ભાગ બનનાર વકીલ જયેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેઓ મોડાસા આવી રહ્યા હતા, તેમણે જણાવ્યું કે, 29 જુનના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેમના ગામથી નિકળી જંબુસર, દધાલિયા થઇ મોડાસા આવી રહ્યા હતા, તે સમય દરમિયાન મોતીપુરા ગામની સીમમાં એક સફેદ કલરની ઇકો કાર ચાલકે વકીલની કારને રોકી અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે  અકસ્માતથી બચવા રોડ પરથી કાર નીચે ઉતારી દીધી હતી, તે સમયે ઇકો કારમાંથી 4 ઇસમો ઉતરી વકીલને કહેવા લાગ્યા કે, તમે દારૂનો ધંધો કરો છો, ગાડી ચેક કરવી પડશે. ત્યારબાદ વકીલને ગાડીમાંથી ખેંચી નીચે ઉતારી દીધા હતા, તે સમય દરમિયાન અન્ય પલ્સર ચાલક 2 ઇસમો હાથમાં પાવડા તેમજ અન્ય હથિયારો લઇને આવીને વકીલને માર મારવાનો શરૂ કર્યો હતો, જેને લઇને વકીલને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સ થકી ઇજાગ્રસ્ત વકીલને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવા માટે લવાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!