મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરવા માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. નવ વરણી થયેલા હોદ્દેદારોને એસોસિએશને શુભેચ્છાઓ પાઠવી હતી.
મોડાસા સર્કિટ હાઉસ ખાતે 11 જુલાઈ, 2022 ના રોજ સોમવારના દિવસે મોડાસા તાલુકા સરપંચ એસોસિએશન ની સામાન્ય સભા મળી હતી. સર્કિટ હાઉસના સભાખંડમાં યોજાયેલી સભામાં પ્રમુખ તરીકે પરમાર જયાબા કિરણસિંહજી ની દરખાસ્ત કિશોરપુરા સરપંચ વસંતકુમાર દ્વારા મુકવામાં આવતા તમામ સરપંચો એ દરખાસ્તને ટેકો આપ્યો હતો. તમામ સરપંચનો ટેકો મળતા પરમાર જયાબા કિરણસિંહજીની સતત બીજીવાર બિનહરીફ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ સાથે જ મંત્રી તરીકે પટેલ જયેશકુમાર મોતીભાઈ ની નિમણુંક કરવામાં આવી છે. નવા નિમણૂક પામેલા હોદ્દેદારોને સરપંચ એસોસિએશને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સામાન્ય સભામાં અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન અનિરુદ્ધસિંહ ગાયકવાડ, મોડાસા તાલુકા ભાજપ પ્રમુખ ભીખુસિંહ એચ પરમાર તેમજ અન્ય આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા. સભાનું કામકાજ સરડોઈ સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું.