અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી વર્ષો દહાડો કરોડો રૂપિયાનો દારૂ પોલિસ પકડતી હોય છે, પણ દેશી દારૂના અડ્ડાઓ ઠેર-ઠેર ચાલતા હોય છે, પણ પોલિસ આવા દારૂના અડ્ડાઓ બંધ કેમ નથી કરાવતી તે એક સવાલ છે. સાબરકાંઠા જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ ધમ-ધમે છે પણ પોલિસ કેમ કોઇ કાર્યવાહી નથી કરતી તે એક સવાલ છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ઇન્દિરાનગર વિસ્તારની મહિલાઓએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે આજીજી કરતી નજરે પડી રહી છે, મહિલાઓ દેશી દારૂના કારણે તેમના પર કેવી વીતિ રહી છે, તે અંગે જણાવતી નજરે પડી રહી છે, પણ પોલિસ ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ છે.
જુઓ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
મહિલાઓ જણાવી રહી છે કે, ખેડબ્રહ્મામાં કોલેજની બાજુમાં ઇન્દિરાનગરમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, અમારા વિસ્તારમાં ચારેકોર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, કેટલીક મહિલાઓએ એમપણ જણાવ્યું કે, તેમના પતિ દારૂના કારણે મૃત્યુ પામ્યા છે હવે અમારા બાળકો પણ દારૂમાં ડૂબેલા છે, દારૂના રવાડે ચઢેલા બાળકો પણ માનતા નથી અને દારૂ પીને આવીને બબાલ કરે છે, તેમની વાત કોઇ સાંભળવા તૈયાર જ નથી.
દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓની આજીજી…
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર પોલિસ કાર્યવાહી ક્યારે કરશે તેવા સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે, પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, મહિલાઓ પોતાની આપવિતી જણાવી રડી ગઇ હતી.