35 C
Ahmedabad
Saturday, April 20, 2024

માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘મકાઇના ઢોકળા’, જલદી નોંધી લો આ રેસિપી


વરસાદી વાતાવરણમાં મકાઇના ઢોકળા ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સિઝનમાં મકાઇના રોટલા ખાવાની પણ મજા કંઇક અલગ હોય છે. મકાઇના ઢોકળા તમે ઘરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. આ ઢોકળા ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બને છે અને ઓછી મહેનતમાં બની જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મકાઇના ઢોકળા.

Advertisement

સામગ્રી
મકાઇનો લોટ
મીઠું
લીલા વટાણા
કોથમીર
લાલ મરચું
આદુ
વરિયાળી
લીમડાના પાન
બેકિંગ પાઉડર
ધાણાજીરું
આમચુર પાઉડર
લીલા મરચા
જીરું
હળદર

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • મકાઇના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં મકાઇનો લોટ લો.
  • આ મકાઇના લોટમાં લાલ મરચુ, ધાણાજીરું, હળદર, વરિયાળી નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આમાં થોડુ-થોડુ પાણી નાંખીને ખીરુ બાંધી લો તૈયાર કરો.
  • આ ખીરાને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દો.
  • હવે ઢોકળાનું કુકર લો અને એમાં નીચે પાણી ગરમ કરવા માટે મુકો.
  • પાણી થોડુ ગરમ થઇ જાય એટલે એક થાળી લો અને એમાં થોડુ તેલ લગાવી દો.
  • ત્યારબાદ ઉપર આ ખીરું પાથરો અને પછી ઢાંકણ ઢાંકી દો.
  • હવે 15 થી 20 સુધી ગેસ પર થવા દો.
  • ગેસ બંધ કરતા પહેલા એ ચેક કરી લો ઢોકળા થયા છે કે નહિં. જો ઢોકળા તમને કાચા લાગે તો તમે હજુ 5 થી 10 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરો.
  • હવે ગેસ બંધ કરી દો અને 5 મિનિટ માટે થાળીને એમ જ રહેવા દો.
  • હવે આને ચપ્પાની મદદથી કટ કરી લો.
  • તો તૈયાર છે મકાઇના ઢોકળા.
  • આ ઢોકળા તમે લીલી ચટણી, સોસ કે આંબલીની ચટણી સાથે ખાઓ છો તો ટેસ્ટમાં વધારો થાય છે.
  • મકાઇના આ ઢોકળા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. આ ઢોકળા ખાવામાં પણ બહુ હેલ્ધી હોય છે. મકાઇના આ ઢોકળામાં અનેક પ્રકારના તત્વો હોય છે જે ખાવામાં બહુ હેલ્ધી હોય છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!