38 C
Ahmedabad
Friday, April 19, 2024

ગૌરી વ્રત સ્પેશયલ: માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો ‘કેળાની ચિપ્સ’


હાલમાં નાની-નાની છોકરીઓના ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે અનેક પેરેન્ટ્સ ઘરમાં મોળી વાનગીઓ બનાવતા હોય છે. ગોરમાનો વર કેસરિયો…અનેક છોકરીઓ હાલમાં ગોરો અને વ્રત કરી રહી છે. આ દિવસોમાં મોળુ ખાવાનું હોય છે. મીઠાવાળો ખોરાક આ દિવસોમાં ખાવાનું હોતો નથી. આ વ્રતમાં તમે કેળાની ચિપ્સ બનાવીને તમે દીકરીઓને ખવડાવી શકો છો. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો કેળાની ચિપ્સ..

Advertisement

સામગ્રી
6 કાચા કેળા
1 કપ તેલ
સિંધાલું મીઠું
કાળા મરી
ચાટ મસાલો. ઉપવાસમાં ખાવા માટે તમે બનાવતા હોય તો ચાટ મસાલો નાંખશો નહિં.

Advertisement

બનાવવાની રીત
કેળાની ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ કાચા કેળાની છાલ કાઢી લો.
હવે એક બાઉલ લો અને એમાં ઠંડુ પાણી નાંખીને એમાં સિંધાલું મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.
હવે ચિપ્સ કટરની મદદથી કેળાની ચિપ્સ કરી લો.
પછી આ કેળાની ચિપ્સને પાણીમાં નાંખો અને 10 થી 12 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ આ કેળાની ચિપ્સને પેપર અથવા કપડા પર મુકો અને 10 મિનિટ સુધી રહેવા દો.
જ્યારે પાણી સુકાઇ જાય એટલે એને એક પ્લેટમાં લઇ લો.
આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ બરાબર ગરમ થઇ જાય એટલે એમાં કેળાની ચિપ્સ નાંખો.
ચિપ્સ તેલમાં નાંખો ત્યારે ખાસ ધ્યાન એ રાખો કે ગેસની ફ્લેમ ફાસ્ટ હોય.
ચિપ્સ તેલમાં નાખ્યા પછી આછા બ્રાઉન રંગની થાય ત્યારે બહાર કાઢી લો અને પછી એક પ્લેટમાં લઇ લો.
જો ચિપ્સમાં વધારે તેલ લાગે તો તમે પેપર નેપકીન પર મુકી શકો છો.
તો તૈયાર છે કેળાની ચિપ્સ.
હવે આ ચિપ્સ પર કાળા મરીનો પાઉડર, સિંધાલું મીઠું અને ચાટ મસાલો નાંખો. જો તમે ઉપવાસ માટે બનાવી રહ્યા છો તો આ વસ્તુ નાંખવી નહિં.
આ કેળાની ચિપ્સ બને ત્યાં સુધી તાજી-તાજી બનાવીને ખાજો જેથી કરીને વરસાદી વાતાવરણમાં બગડી ના જાય.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!