મોડાસા નગરની અગ્રગણ્ય સંસ્થા શ્રીનાથ કો.ઓપરેટીવ ક્ર્રેડીટ સોસાયટી અને શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સંયુકત ઉપક્રમે કોલેજના પ્રમુખ નવિનચંદ્ર આર. મોદીની અધ્યક્ષતામાં ગૌરાંગ પંડયાનો મોટીવેશનલ કાર્યક્રમ કોલેજ કેમ્પસના ભા.મા.શાહ હોલ ખાતે યોજાયો જેમાં અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ (મામ) શાહ ઉપસ્થિત રહયા હતા તથા મોટી સંખ્યામાં સભાસદો, તથા કોલેજ કેમ્પસના આચાર્યો, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
જેમાં સૌ પ્રથમ મંડળીના ચેરમેન વિરેનભાઈ એચ. શાહ એ સ્વાગત પ્રવચન તથા વા. ચેરમેન નિખીલભાઈ એસ. શાહ મેનેજિંગ ડીરેકટર બિપીનભાઈ સી. શાહ તથા કામેશભાઈ બી. શાહએ મહેમાનદને બુકે શાલ તથા તથા મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું