28 C
Ahmedabad
Friday, September 22, 2023

પંચમહાલ : શહેરાનગરમાં ધમધમતા મીની કતલખાના પર પોલીસની રેડ,કતલ કરાયેલા પશુઓ,તેમજ કથિત માંસનો અધધધ જથ્થો મળી આવ્યો


મેરા ગુજરાત, શહેરા, પંચમહાલ

Advertisement

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરીના બનાવો છાસવારે બનતા રહે છે. શહેરા પોલીસે તાલુકાના આંકડીયા ગામમાં આવેલા વચ્છેસર તળાવ પાસે ધમઘમતા મીની કતલખાના પર રેડ કરી હતી.જ્યા 22 જેટલા કતલ કરાયેલા મૃત હાલતમા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે 23 જેટલા પશુઓ બચાવી લઈને 950 કિલો માંસનો જથ્થોઝડપી પાડયો હતો. પોલીસે નવ આરોપીઓને ઝડપી પાડી ગૌમાંસ સહિત ત્રણ કાર મળી 13.35 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ત્રણ આરોપીઓને પકડવાની તજવીજ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શહેરા પોલીસમથકના પીઆઈ રાહુલ રાજપુતને મળી હતી બાતમી

Advertisement

શહેરાનગરની પાસે આવેલા વચ્છેચર તળાવ પાસે ઝાંડી ઝાંખરામાં કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલા 50 જેટલા ગૌવંશોને પોલીસે બચાવી લઈ સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.હજી આ ઘટનાની શાહી સુકાઈ ન હતી.ત્યારે શહેરા પોલીસ મથકના જાંબાજ પી.આઈ રાહુલસિંહ રાજપુતને ઈનપુટ મળ્યા હતા કે આંકડીયા ગામ પાસે આવેલા વચ્છેસર તળાવની નજીક આવેલા કેટલાક રહેણાંક મકાનોમાં ગૌવંશ સહિતના પશુઓની કતલ કરીને માંસનો વેપલો કરે છે.સાથે કેટલાક ઈસમો પણ માંસની ખરીદી કરવા પણ ઉભા છે.આથી પોલીસે સ્ટાફ,જીઆરડી, હોમગાર્ડ જવાનો સહીતના કાફલાએ રેડ કરી હતી,પોલીસની ઓચિંતી રેડ જોઈને ઉભા રહેલા લોકોમાં નાસભાગ મચી જવાના દ્શ્યો સર્જાયા હતા.

Advertisement

કતલ કરાયેલી અવસ્થામાં પશુઓ મળી આવ્યા

Advertisement

શહેરાનગરમાં આવેલા આંકડીયા પાસે મકાનમાં રેડ કરતા પોલીસ દ્શ્ય જોતા ચોકી ઉઠી હતી.જેમા મકાનમાં પશુઓ કતલ કરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.સાથે મકાનની બહાર બે કાર પણ મળી આવી હતી. થેલામાં બાંધેલો માંસનો જથ્થો કતલ કરવાના ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. સર્ચ ઓપરેશનમાં 12 જેટલા પશુઓના હત્ચા કરાયેલા માંથા મળી આવ્યા હતા. પોલીસે 950 કિલો માંસનો જથ્થો જપ્ત કર્યો હતો.પશુઓના માંસનો પૃથ્થકરણ માટે પશુચિકીત્સકની ટીમ બોલાવી સેમ્પલ લેવામા આવ્યા હતા. માંસના જથ્થાને સફાઈકર્મીઓ દ્વારા બોલાવીને જમીનમા દાટીને નાશ કરવામા આવ્યો હતો.

Advertisement
12 ઈસમો સામે ગુનો નોધાયો, 3 ફરાર

સમગ્ર મામલે શહેરા પોલીસ દ્વારા ફરિયાદી બનીને 12 ઈસમો સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તેમજ પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમ તેમજ જી.પી એક્ટની કલમ હેઠળ ગુનો નોધવામા આવ્યો છે,પોલીસે રેડ દરમિયાન પકડી પાડવામા આવેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે.

Advertisement

(1) મંહમદ સોયેબ મામજી,રહે ગોધરા
(2) હાલીદ ઈશાક તુમડા, રહે ગોધરા
(3) રીઝવાન બસીર મામજી,રહે ગોધરા
(4) આશીફ ઈકબાલ ભટુક,રહે ગોધરા
(5) સલમાન યામીન દુર્વેશ, રહે ગોધરા
(6) સોયેબ અહેમદ દાઉદ,રહે ગોધરા
(7) સાહીદ સફી પઠાણ, રહે શહેરા
(8)ઉમેર કાસીમ ફરાર આરોપીઓના નામ સેરીયા,ગોધરા

Advertisement
ફરાર આરોપીઓના નામ
(1) સોહેલ પઠાણ,રહે શહેરા
(2) મોશીન પઠાણ,રહે શહેરા
(3) માજીદ પઠાણ, રહે શહેરા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!