ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે રાજ્ય પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યમાં ફરજ બજાવતા 113 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઈ છે આ બદલી કરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક ટ્રાન્સફરના સ્થળે હાજર થવા પણ હુકમ કરાયા છે. વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ PI ની પણ બદલી કરવામાં આવી છે
અરવલ્લી LCB સી.પી વાઘેલા, ભિલોડા PI મનીષ વસાવા, મહિલા PI એફ,એલ,રાઠોડ ની બદલી
Advertisement
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ સી.પી.વાઘેલાની વડોદરા શહેર પોલીસમાં, ભિલોડા પીઆઈ મનીષ વસાવાની રાજકોટ શહેર પોલીસમાં અને મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એફ.એલ.રાઠોડની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે 113 પોલીસ ઇન્સ્પેકટરની બદલીમાં જીલ્લાના ત્રણ પીઆઇની બદલી સામે ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કે.ડી.ગોહીલ અને વડોદરા શ્હેર પોલીસમાં ફરજ બજાવતા ડી.કે.વાઘેલાની અરવલ્લી જીલ્લામાં બદલી કરવામાં આવી છે