29.9 C
Gujarat
Saturday, July 11, 2026
Home પીપલ મોડાસા ટાઉન મહિલા PI એન.જી.ગોહિલની અધ્યક્ષતામાં મહિલા દિવસની ઉજવણી

મોડાસા ટાઉન મહિલા PI એન.જી.ગોહિલની અધ્યક્ષતામાં મહિલા દિવસની ઉજવણી

0
390

શ્રી.જે.બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તારીખ8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મ.લાં. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર.મોદી હાજર રહયા હતા. તેમને સમાજમાં મહિલાઓને સન્માન મળે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન કોઈ પણ જાતના ડર કે ભય વગર આપે તે માટે વિધાર્થીઓની પ્રેરીત કર્યા હતા.કાર્યકમનાં મુખ્ય મહેમાન તરીકે ટાઉન પી.આઈ એન.આર. ગોહિલ મેડમ હાજર રહયા હતા.બાળકોને પોલીસ પ્રજાનો મિત્ર છે. અને કોઈ પણ સમસ્યા હોય,તોમાં-બાપ,સગાં-સબંધી અથવા તો પોલીસ તંત્રને જાણ કરવા માટે પ્રેરીત કર્યા હતાં.

કાર્યકમનાં ઉધ્ધાટક પી.એસ.આઈ. જયદીપ એચ. પટેલ હાજર રહી બાળકોને સાઈબર ક્રાઈમ વિશે ઉડાણમાં માહિતી આપી હતી.પ્રભારી મંત્રી શ્રી ડૉ.ધનશ્યામભાઇ શાહ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું મહત્વ સમજાવ્યું હતું. બાળસુરક્ષા વિભાગમાંથી શ્રી નીલેશભાઈ પરમાર હાજર રહી સરકાર દ્વારા બાળકોના રક્ષણ માટે કાયદા અને સગવડ વિશે ઉડાણમાં ખ્યાલ આપ્યો હતો. શાળાનાં પ્રભારીમંત્રી શ્રી પરેશભાઈ બી. મહેતા અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં હાજર રહી શકયા ન હતા, તેથી તેઓએ શુભેચ્છા પાઠવી હતી. મંડળનાં ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ (મામા) અને સુભાષભાઈ શાહ વગેરે એ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને સ્વાગત પ્રા.વીભાગનાં આચાર્ય શ્રી દિપકભાઈ મોદી એ કર્યું હતું. અને આભારવીપી મા. વિભાગનાં આચાર્ય પ્રદીપભાઈ એન.જયસ્વાલ એ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!