29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : લ્યો બોલો લોખંડ વગરની ગટર… જાગૃત નાગરિક બુમો પાડી થાકી...

અરવલ્લી : લ્યો બોલો લોખંડ વગરની ગટર… જાગૃત નાગરિક બુમો પાડી થાકી ગયા, કોઈના પાસે તપાસનો સમય જ નથી? પ્લે કાર્ડ લગાવી અનોખો વિરોધ

0
248

અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગટરની કામગીરીનો વિવાદ એટલી હદે વકર્યો છે કે, જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ કર્યો હતો.

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.. એક તરફ બાયડ તાલુકામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ ટીડીઓ પર ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે,, તો હવે માલપુર તાલુકામાં પણ ગટરની કામગીરીને લઈને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો હતો… જાગૃત નાગરિક લાલજીભાઈ ભગતે શરીરે પ્લે કાર્ડ્સ લગાવીને માઇક પર એનાઉન્સ કરીને ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સમગ્ર માલપુર નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલપુર ચોકડી પર તેઓ રસ્તા વચ્ચે સુઈ જઈ ચક્કાજામ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી..

આ સમગ્ર વિવાદ બે થી ત્રણ દિવસ પહેલા શરૂ થયો હતો, જેમાં માલપુર પશુ દવાખાના પાસે બની રહેલી ગટર લાઈનમાં હલકી ગુણવત્તા વાળું કામ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો,,, એટલું જ નહીં તાત્કાલિક આ કામને અટકાવીને ગટર લાઈનમાં સળિયા નાખવાની માંગ સાથે વિરોધ થયો હતો,, જોકે કોઈ જ કાર્યવાહી નહિ કરવામાં આવતા જાગૃત નાગરિકે માલપુર નગરમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ જાગૃત નાગરિક દ્વારા મામલતદાર શહેર તાલુકા વિકાસ અધિકારીને પણ આ અંગે રજૂઆત કરી છે જોકે કોઈ જ હજુ કાર્યવાહી ન થતા આખરે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરતા સમગ્ર માલપુર નગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!