33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 8.28 લાખનો દારૂ ઝડપ્યો , બુટલેગરો ફર્નિચર...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 8.28 લાખનો દારૂ ઝડપ્યો , બુટલેગરો ફર્નિચર અને માલસામાનની આડમાં દારૂ સપ્લાય ચાલુ કર્યો

0
156

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં માલસામાન અને ફર્નિચરની આડમાં ઘુસાડાતો 8.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલકને કોર્ડન કરી દબોચી લીધો હતો પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા ટ્રકમાં માલસામાન અને ફર્નિચરની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ટ્રક દિલ્હી થી નીકળી રતનપુર બોર્ડર પરથી સુરત- મુંબઈ તરફ જવાની હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની દારૂ ભરેલી ટ્રકની વોચ ગોઠવી હતી બાતમી આધારિત ટ્રક આવતા અટકવાવા જતા ટ્રક ચાલક રોડ પર ટ્રક મૂકી દોટ મુકતા પોલીસે કોર્ડન કરી ઝડપી પાડી ટ્રકમાં ફર્નિચર અને માલસામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-3972 કીં.રૂ.828000/- નો જથ્થો જપ્ત કરી, ટ્રક, ફર્નિચર,મોબાઈલ કુલ રૂ.2092029/-નો મુદ્દામાલ જપ્ત કરી ઉત્તર પ્રદેશના ટ્રક ચાલક સંદીપ દેવીપ્રસાદ શર્મા ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક માલિક સુનિલ રામકુમાર (બીજવાસણ-દિલ્હી) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!