મેઘરજ તાલુકાના પીપળીયા ગામના શ્રમિકની બેગ ની ઉઠાંતરી, શ્રમિક અમદાવાદથી મેઘરજ આવ્યો હતો બેગમાં રૂ.૧૧૦૦૦ ની રોકડ રકમ હતી
મેઘરજના પીપળીયા ગામનો એક ૨૨ વર્ષીય યુવક અમદાવાદ ખાતે થી મજુરી કરી વતનમાં જવા માટે મેઘરજ ખાતે આવ્યો હતો જ્યાં એક ગઠીયા એ યુવકને વાતચીત માં ભોળળી ગઠીયો યુવકની બેગ લઇ ફરાર થઇજતાં યુવકના કપાડા સાથે રૂ.૧૧૦૦૦ ની રોકડ રમક ની ઉઠાંતરી થતાં યુવકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે
પીપળીયા (જામગઢ) ગામનો અલ્પેશ કાળા ખરાડી અમદાવાદ ખાતે મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવેછે અલ્પેશ ખરાડી શનિવારના રોજ પોતાના વતનમાં લગ્ન પ્રસંગ હોય અમદાવાદ થી મેઘરજ ખાતે આવ્યો હતો અને ગ્રીનપાર્ક ચોકડી ઉભો હતો તે દરમિયાન એક શખ્સ અલ્પેશ પાસે આવ્યો હતો અને શખ્સે અલ્પેશને ટાઇમ પુછી વાત કરવા લાગ્યોહતો અને અલ્પેશ ને કહ્યુકે હુ રસ્તો ભુલી ગયોછુ મારે મોડાસા જવુછે કહીને અલ્પેશને આ શખ્સે ૫૦૦ રૂપિયા આપ્યા હતા જે અલ્પેશે તેને પરત આપી દીધા હતા ત્યાર બાદ આ શખ્સ અલ્પેશને વાતોમાં ભેળવી માલપુર રોડ પર લઇ ગયો હતો અને શખ્સે તેનો મોબાઇ અને પૈસાનુ પોકીટ અલ્પેશની બેગમાં મુકી અને અલ્પેશને બાથરૂમ જવા મોકલ્યો હતો અલ્પેશ બાથરૂમ જઇ પરત આવ્યો ત્યારે આ શખ્સ અલ્પેશનો થેલો લઇ ગાયબ થઇ ગયો હતો જેમાં અલ્પેશના રોકડા રૂપિયા ૧૧.૦૦૦ તેમજ કપડાં ચોરાઇ જતાં અલ્પેશ ખરાડીએ મેઘરજ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી



