29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ગાડી નું ફુલ બોડી ચેક અપ નું સ્થળ એટલે THO કચેરી, 1...

ગાડી નું ફુલ બોડી ચેક અપ નું સ્થળ એટલે THO કચેરી, 1 કલાકથી કર્મચારીઓ કામે લાગ્યા!!

0
115

સામાન્ય રીતે ગાડી સર્વિસ કરવી હોય તો સર્વિસ સ્ટેશનમાં લઈ જવી પડતી હોય છે પણ અરવલ્લી જિલ્લામાં આવું નથી અહીં સરકારી બાબુઓ અને ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારીઓ ગાડી સર્વિસ કરાવવા માટે સર્વિસ સ્ટેશન નહીં પણ આરોગ્ય વિભાગની કચેરી ખાતે મૂકી રાખે છે અને અહીં વર્ગ ૪ ના કર્મચારીઓ ગાડીનું ફૂલ બોડી ચેકઅપ કરતા નજરે પડી રહ્યા છે.

21 ઓગસ્ટના રોજ સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના અરસામાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા આરોગ્ય વિભાગની કચેરી નીચે એક ગાડી મૂકવામાં આવી હતી. અહીં બે વ્યક્તિઓ ગાડીનું ફુલ બોડી ચેકઅપ કરતા હતા. આ ગાડી કોની છે અને અહીં કેમ ફુલ બોડી ચેક અપ થઈ રહ્યું છે? તે તો અધિકારીઓ જ બતાવી શકે એમ છે. પણ લાલાશ કલરની ગાડી ની સાફ સફાઈ કરવાનો આદેશ કોણે અને કેમ આપ્યો તે સવાલ છે. અહીં બે કર્મચારીઓ ગાડી ની મેટિંગ બહાર કાઢી ખુશ્બુદાર પદાર્થ પણ લગાવતા હોઈ શકે.

એક બાજુ મોડાસા તાલુકામાં આરોગ્ય લક્ષી સેવાઓ બાબતે યોગ્ય કામગીરી થાય છે કે નહીં તે તો બાજુ પર રહ્યું પણ અહીં તો બાબુઓ ગાડીઓ ના ફુલ બોડી ચેકઅપ માટે કર્મચારીઓને કામે લગાવી દીધા છે બે દિવસ પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની બૂમ આવી હતી, ત્યારે હવે THO કચેરી નીચે આવી રીતે ગાડીના મેટિંગ ની તેમજ ઇન્ટિરિયર સાફ સફાઈ ચાલતી હતી. જો ગાડી ખાનગી હોય, તો પણ અહીં કચેરી માં કેમ? શું મોડાસા માં સર્વિસ સેંટર ખૂટી પડ્યા છે? અને જો ગાડી કોઈ અધિકારી ની હોય તો, આવો આદેશ કેમ કર્યો કે, ગાડી THO કચેરીમાં સાફ સફાઈ થાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!