Some Populer Post

  • Home  
  • ચાલો… અરવલ્લી ટ્રાફિક પોલિસે Thar પરથી બ્લેક ફિલ્મ દુર કરી સાહસ તો કર્યું !!! હવે VVIP અને SUV ગાડીનો વારો ક્યારે ?
- ગુજરાત - વિડીયો

ચાલો… અરવલ્લી ટ્રાફિક પોલિસે Thar પરથી બ્લેક ફિલ્મ દુર કરી સાહસ તો કર્યું !!! હવે VVIP અને SUV ગાડીનો વારો ક્યારે ?

[…]

WhatsApp Image 2026 02 10 at 5.57.00 PM

અરવલ્લી ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મ સામે ઝુંબેશ શરૂ કરી, ‘થાર’ પરથી ફિલ્મ ઉતારી કામગીરીની શરૂઆત

અરવલ્લી જિલ્લામાં વાહનો પર ગેરકાયદે રીતે લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ સામે અંતે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતા અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે જવલ્લે જ જોવા મળતી થાર ગાડી પરથી બ્લેક ફિલ્મ દૂર કરીને ઝુંબેશની શરૂઆત કરી છે.

ટ્રાફિક પોલીસની આ કાર્યવાહી બાદ જિલ્લામાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ અંગે ફરી ચર્ચા જોર પકડવા લાગી છે. અરવલ્લી જિલ્લામાં થાર, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર જેવી અનેક SUV તેમજ વીઆઈપી ગાડીઓ પર આજેય બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળે છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, આવી ગાડીઓ સામે કાર્યવાહી કરીને ટ્રાફિક પોલીસ પોતાની બહાદુરી ક્યારે સાબિત કરશે? વિશેષ કરીને મોડાસા શહેરમાં ઘણી ગાડીઓ પર બ્લેક ફિલ્મો યથાવત જોવા મળે છે. માત્ર બહારથી આવતી ગાડીઓ પર કાર્યવાહી કરીને કામગીરી પૂરતી માનવી યોગ્ય નથી, તેવી નાગરિકોમાં ચર્ચા છે. સ્થાનિક ગાડીઓ કે, જે મોટા નેતાઓ અથવા તો માલેતુજારોના વાહનો સામે પણ સમાન ધોરણે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

અત્યારસુધીમાં ઈકો, મારૂતી ફંટી, અલ્ટો વગેરે જેવી ગાડીઓ પર બ્લેક ફિલ્મ દુર કરવામાં આવતી હતી, જોકે હવે પોલિસે માલેતુજારોની ગાડીઓ પર લાગેલી બ્લેક ફિલ્મ દુર કરવાની શરૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે અરવલ્લી ટ્રાફિક પોલીસ આ ઝુંબેશને માત્ર શરૂઆત સુધી સીમિત રાખે છે કે પછી તમામ બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરીને સાચી રીતે કાયદાનો અમલ કરાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page